આ કાર્યક્રમ જનરલ હોસ્પિટલ મોરબી અને દિવ્ય જ્યોતિગ્રામ વિકાસ કેળવણી મંડળ મોરબીના સંયુક્ત ઉપક્રમે યોજવામાં આવ્યો હતો આ અન્નનવે માનસિક રોગોનું નિદાન, મફત દવાઓ, કાઉન્સિલિંગ, વિકલાંગતા, માનસિક તણાવ અને સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે માનસિક રોગોની ઓપીડી વગેરે માહિતીઓ આપવામાં આવેલ હતી.
આ અંતર્ગત માનસિક રોગ જાગૃતિ વિષય પર નિબંધ ચિત્ર તથા સ્પર્ધાઓ યોજવામાં આવેલ આ સ્પર્ધાઓમાં પ્રથમ દ્વિતીય અને તૃતીય નંબર લાવનાર વિદ્યાર્થીઓને શીલ તથા પ્રમાણપત્રો શાળાના સંચાલક બીપીનભાઈ ભટ્ટ મંડળના મંત્રી બાબુલાલ ગામે તથા સ્ટાફના હસ્તે આપવામાં આવ્યા હતા. આ ઉપરાંત સ્પર્ધામાં ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને પણ પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા હતા બાળકોમાં એક રાષ્ટ્ર ભાવના સાથે નવા સેવાકીય વિચાર હેતુથી આ આયોજન કરવામાં આવ્યું હતું
હાસ્ય કલાકાર માયાા આહીરના ટેક્સવાળા વિવાદિત નિવેદન બાદ ગુજરાતમાં તેમનો ખૂબ વિરોધ થઈ રહ્યો છે. જોકે, બીજી બાજુ અનેક કલાકારો પણ તેના સમર્થનમાં આવ્યા છે. આ વચ્ચે વરિષ્ટ પત્રકાર રાજુદાન ગઢવીએ માયા આહીરના નિવેદનને વખોડ્યું છે અને તેમને આડેહાથ લીધા છે. તેમણે શું કહ્યું તે નીચે આપેલા વીડિયોમાં જુઓ...
જે...
મોરબી જિલ્લાના જેતપર ગામથી વીજલાઈનના વળતર મુદ્દે શરૂ થયેલું ખેડૂત આંદોલન હવે નવા તબક્કામાં પ્રવેશ્યું છે. લોકસાહિત્યકાર હકાભા ગઢવીના ગંભીર આક્ષેપો બાદ ઉપવાસ આંદોલનની છાવણીમાંથી અલગ થયેલા ખેડૂત આગેવાન નિલેશ એરવાડિયાએ હવે નવા સંગઠન 'સરદાર સેના'ની સત્તાવાર રચના કરવાની જાહેરાત કરી છે. સાથે જ આગામી 18 જુલાઈ, શનિવારના રોજ...
ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોમાં વન્ય પ્રાણીઓના હુમલાની ઘટનાઓ સતત વધી રહી છે. ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના બાંભણિયા ગામમાં માનવભક્ષી દીપડાના હુમલામાં 10 વર્ષના એક માસૂમ બાળકનું કરુણ મોત નીપજતાં સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. આ ઘટનાને પગલે પરિવારજનો અને ગ્રામજનોએ વન વિભાગની કામગીરી સામે ભારે રોષ વ્યક્ત કર્યો...