મોરબી: આજે ૨૫ એપ્રિલ એટલે કે વિશ્વ મેલેરિયા દિવસ અંતર્ગત મોરબી જિલ્લા આરોગ્ય અધિકારી ડો. કવિતાબેન દવે, જિલ્લા મેલેરિયા અધિકારી ડો. ડી.વી. બાવરવાની સૂચના અને પ્રા.આ.કે. લાલપર ના મેડિકલ ઓફિસર ડો. રાધિકાબેન વડાવિયા, સુપરવાઈઝર દીપકભાઈ વ્યાસ અને અંજનાબેન જોશીના માર્ગદર્શન અનુસાર હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર જોધપર(નદી)ના સ્ટાફ દિલીપભાઈ દલસાણીયા, મકસુદભાઈ સૈયદ, સાહિસ્તાબેન દેકાવાડીયા દ્વારા રફાળેશ્વર પ્રાથમિક શાળાના બાળકો તેમજ ગ્રામજનોને પ્રોજેક્ટર થકી મેલેરિયા નિર્મૂલન માટે શુ શુ કરવું અને શુ શુ ના કરવું એ બાબતે પોરા નિદર્શન કરાવીને માહિતી આપવામાં આવી હતી.
તેમજ મેલેરિયા અટકાયત માટે રેલીનું આયોજન કરીને લોકોને વિસ્તૃત માહિતી આપવામા આવી કાર્યક્રમને સફળ બનાવવા શ્રી રફાળેશ્વર પ્રાથમિક શાળાના પ્રિન્સિપાલ વિશ્વનાથ ગુપ્તા, ચિંતનભાઈ પંડ્યા અને મયુરભાઈ રામાવતએ મદદ કરી હતી.
મેલેરિયા બાબતે યોગ્ય સંદેશ:
” મેલેરીયા મુક્તિના લક્ષ્ય સુધી પહોંચીએ”
૧. મેલેરિયા માદા એનોફીલીસ મચ્છર દ્વારા ફેલાય છે જે મચ્છર ચોખ્ખા અને બંધિયાર પાણીમાં જ ઈંડા મૂકે છે.
૨. મેલેરિયાના મચ્છર સાંજે તથા રાત્રે વધારે સક્રિય હોય છે.
૩. મેલેરીયા રોગથી બચવા માટે લાંબી બાયના કપડાં પહેરો.
૪. ઘરમાં રહેલા પાણીના પાત્રોને હવાચુસ્ત રીતે ઢાંકીને રાખો તેમજ તેની નિયમિત સફાઇ કરો.
૫. નકામા ટાયર ભંગારનો ચોમાસા પહેલા નિકાલ કરો.
૬. મેલેરિયાથી બચવા માટે દવાયુક્ત મચ્છરદાનીનો ઉપયોગ તેમજ સાંજના સમયે ઘરમાં લીમડાનો ધુમાડો અને મચ્છર વિરોધી ક્રીમનો ઉપયોગ કરો.
૭.સરકારી દવાખાનામાં મેલેરિયાનું નિદાન વિનામૂલ્યે ઉપલબ્ધ છે.
૮. તો આવો સૌ સાથે મળી ૨૦૨૪ સુધીમાં ગુજરાતને મેલેરીયા મુક્ત બનાવીએ.
હાસ્ય કલાકાર માયાા આહીરના ટેક્સવાળા વિવાદિત નિવેદન બાદ ગુજરાતમાં તેમનો ખૂબ વિરોધ થઈ રહ્યો છે. જોકે, બીજી બાજુ અનેક કલાકારો પણ તેના સમર્થનમાં આવ્યા છે. આ વચ્ચે વરિષ્ટ પત્રકાર રાજુદાન ગઢવીએ માયા આહીરના નિવેદનને વખોડ્યું છે અને તેમને આડેહાથ લીધા છે. તેમણે શું કહ્યું તે નીચે આપેલા વીડિયોમાં જુઓ...
જે...
મોરબી જિલ્લાના જેતપર ગામથી વીજલાઈનના વળતર મુદ્દે શરૂ થયેલું ખેડૂત આંદોલન હવે નવા તબક્કામાં પ્રવેશ્યું છે. લોકસાહિત્યકાર હકાભા ગઢવીના ગંભીર આક્ષેપો બાદ ઉપવાસ આંદોલનની છાવણીમાંથી અલગ થયેલા ખેડૂત આગેવાન નિલેશ એરવાડિયાએ હવે નવા સંગઠન 'સરદાર સેના'ની સત્તાવાર રચના કરવાની જાહેરાત કરી છે. સાથે જ આગામી 18 જુલાઈ, શનિવારના રોજ...
ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોમાં વન્ય પ્રાણીઓના હુમલાની ઘટનાઓ સતત વધી રહી છે. ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના બાંભણિયા ગામમાં માનવભક્ષી દીપડાના હુમલામાં 10 વર્ષના એક માસૂમ બાળકનું કરુણ મોત નીપજતાં સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. આ ઘટનાને પગલે પરિવારજનો અને ગ્રામજનોએ વન વિભાગની કામગીરી સામે ભારે રોષ વ્યક્ત કર્યો...