૧૪ ફેબ્રુઆરીના રોજ રોજગાર કચેરી દ્વારા હળવદ ખાતે ઓૈધોગિક ભરતી મેળાનું આયોજન કરાયું

નિયામક, રોજગાર અને તાલીમના નિયંત્રણ હેઠળ, રોજગાર વિનિમય કચેરી-મોરબી તા.૧૪/૦૨/૨૦૨૩ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે ગ્રાન્ટ ઇન એઇડ, આઈટીઆઈ, સરા રોડ, હળવદ ખાતે ઔધોગીક ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે.

આ ઔધોગીક ભરતી મેળા મોરબી જિલ્લાઓના ખાનગી ક્ષેત્રના વિવિધ નોકરીદાતાઓ ઉપસ્થિત રહીને વિનામુલ્યે પસંદગીની કાર્યવાહી કરશે. જેથી ખાનગી ક્ષેત્રે નોકરી મેળવવા ઇચ્છુક, નોનમેટ્રીક /એસએસસી /એચએચસી/ આઇટીઆઇ /સ્નાતક વગેરેની લાયકાત ધરાવતા તથા ૧૮ થી ૩૫ વર્ષની ઉંમર ધરાવતા ઉમેદવારોએ, તેમના તમામ શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો, શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, પાસપોર્ટ સાઇજના ફોટોગ્રાફ, બાયોડાટા વગેરે સાથે સ્વખર્ચે ભરતીના સ્થળે, નિયત સમયે અને તારીખે અચુક ઉપસ્થિત રહેવું. આ ઔધોગીક ભરતી મેળામાં રોજગાર વિનિમય કચેરી ખાતે નામ નોંધણી ન કરાવેલ હોય તેવા ઉમેદવારો પણ હાજર રહી શકશે તેમ જિલ્લા રોજગાર અધિકારી મોરબીની યાદીમાં જણાવાયું છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img