મોરબી: ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તડામાર તૈયારીઓ થઈ રહી છે ત્યારે આજે ટંકરા – પડધરી બેઠકના કોંગ્રેસ પક્ષના ઉમેદવાર લલીતભાઈ કગથરાએ પડધરી મુકામે રાજકોટ જામનગર હાઈવે (મોવીયા સર્કલ પાસે) ચુંટણી કાર્યાલયનું વિધિવત રીતે સવારે ૯ વાગે ઉદ્દઘાટન કર્યું હતું જેમાં પડધરી તાલુકાના કોંગ્રેસ પાર્ટીના તમામ સંગઠનના હોદ્દેદારો, આગેવાનો તેમજ બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. પડધરી વિસ્તારમાં લલીતભાઈને લોકો દ્વારા પ્રચંડ જનસમર્થન મળ્યું હતું.
ટંકારા પડધરી વિધાનસભાના બેઠકના કોંગ્રેસ પક્ષના ઉમેદવાર લલીતભાઈ કગથરા દ્વારા આજે સવારે પડધરી ખાતે ચુંટણીનું કાર્યાલય ખુલ્લું મૂક્યું હતું જેમાં બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. ખેડુતોના લોક લાડીલા નેતા લલીતભાઈ કગથરા દ્વારા સભા સંબોધી હતી જેમાં લોકો બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા અને કાકાને વિજય બનાવવાના કોલ આપ્યા હતા. ટંકારા પડધરી વિસ્તારમાં લલીતભાઈ લોકો તરફથી પ્રચંડ જનસમર્થન મળી રહ્યું છે. ગામડાઓમાં તો એક જ વાત કરતા લોકો જોવા મળી રહ્યા છે કહો દિલસે કાકા ફીરશેના લોકો નારા લગાવી રહ્યા છે. લોકોનું કહેવું છે વિધાનસભાની ચૂંટણીમાં બાપાને પછાડી કાકા જંગી લીડથી વિજય થશે. લલીતભાઈને ગામે ગામ લોકોનુ પ્રચંડ જનસમર્થન મળી રહ્યું છે.
ટંકારા પડધરી વિસ્તારના લોકોનું એવું કહેવું છે કે અમો કોય બાપાને ઓળખતું નથી અમે ખાલી કાકાને જ ઓળખી છી અને તેમને અમે જંગી લીડથી જીતાડશુ. લલીતભાઈને મળી રહેલ જનસમર્થનને જોતા લાગી રહ્યું છે ગયા વખતે લલીતભાઈને જે લીડ મળી હતી તેના કરતા વધુ લીડ સાથે આ વખતે જીતશે.
ટંકારા પડધરી વિસ્તારમાં ખેડૂતોના લોક લાડીલા નેતા છે લલીતભાઈ એક ફોન કરે એટલે લલીતભાઈ તત્કાલીક હાજર થાય છે. ખેડુત માટે સરકાર સામે લડી ખેડૂતોના કાર્ય કરે છે. જેથી ખેડૂતોમા તેમજ ગામડાઓમાં લલીતભાઈની ચાહના વધુ છે અને એટલે જ ફરીથી લલીતભાઈને વિજય બનાવવા ઈચ્છી રહ્યા છે. લલીતભાઈ દ્વારા ટંકારા – પડધરી બેઠકના ગામડામાં પ્રચાર કરવા જાય ત્યારે બહોળી સંખ્યામાં ભાઈઓ બહેનો ઉપસ્થિત રહે છે અને લલીતભાઈને આવકારે છે. લોકોના મુખે એક જ ચર્ચા ચાલી રહી કાકાના કામ બોલે છે. લલીતભાઈને પ્રચાર પ્રવાસ દરમિયાન પ્રચંડ જનસમર્થન મળી રહ્યું છે.
જયારે આજે પડધરી ખાતે લલીતભાઈ દ્વારા ચુંટણીનું કાર્યાલય ખુલ્લું મૂક્યું ત્યારે ગામેગામથી લોકો ત્યાં પોહચીયા હતા અને લલીતભાઈનો ઉત્સાહ વધાર્યો હતો. દુર ગામડાઓમાંથી લોકો લલીતભાઈને સાંભળવા પોહચીયા અને લલીતભાઈને જીતડવાના કોલ આપ્યા હતા.
હાસ્ય કલાકાર માયાા આહીરના ટેક્સવાળા વિવાદિત નિવેદન બાદ ગુજરાતમાં તેમનો ખૂબ વિરોધ થઈ રહ્યો છે. જોકે, બીજી બાજુ અનેક કલાકારો પણ તેના સમર્થનમાં આવ્યા છે. આ વચ્ચે વરિષ્ટ પત્રકાર રાજુદાન ગઢવીએ માયા આહીરના નિવેદનને વખોડ્યું છે અને તેમને આડેહાથ લીધા છે. તેમણે શું કહ્યું તે નીચે આપેલા વીડિયોમાં જુઓ...
જે...
મોરબી જિલ્લાના જેતપર ગામથી વીજલાઈનના વળતર મુદ્દે શરૂ થયેલું ખેડૂત આંદોલન હવે નવા તબક્કામાં પ્રવેશ્યું છે. લોકસાહિત્યકાર હકાભા ગઢવીના ગંભીર આક્ષેપો બાદ ઉપવાસ આંદોલનની છાવણીમાંથી અલગ થયેલા ખેડૂત આગેવાન નિલેશ એરવાડિયાએ હવે નવા સંગઠન 'સરદાર સેના'ની સત્તાવાર રચના કરવાની જાહેરાત કરી છે. સાથે જ આગામી 18 જુલાઈ, શનિવારના રોજ...
ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોમાં વન્ય પ્રાણીઓના હુમલાની ઘટનાઓ સતત વધી રહી છે. ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના બાંભણિયા ગામમાં માનવભક્ષી દીપડાના હુમલામાં 10 વર્ષના એક માસૂમ બાળકનું કરુણ મોત નીપજતાં સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. આ ઘટનાને પગલે પરિવારજનો અને ગ્રામજનોએ વન વિભાગની કામગીરી સામે ભારે રોષ વ્યક્ત કર્યો...