લાયન્સ ક્લબ ઓફ મોરબી સીટી તથા ઉમા ટાઉનશીપ પરિવાર દ્વારા રકતદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.આ કેમ્પમાં જોડાવા લાયન્સ ક્લબ ઓફ મોરબી સીટીએ લોકોને અપીલ કરી છે.
મોરબી : લાયન્સ ક્લબ ઓફ મોરબી સીટી તથા ઉમા ટાઉનશીપ પરિવાર દ્વારા રકતદાનએ મહાદાન પ્રોજેક્ટ અંતર્ગત રક્તદાન કેમ્પનું આવતીકાલ તા.20ને રવિવારના રોજ સવારે ૯ થી ૧ વાગ્યા સુધી ઉમા વિદ્યાસંકુલ પંચમુખી હનુમાન મંદિર સામે મોરબી-૨ ખાતે આયોજન કરવામાં આવ્યું છે.વધુમાં વધુ લોકો આ કેમ્પમાં જોડાય તેવી લાયન્સ કલબ ઓફ મોરબી સીટીએ લોકોને અપીલ કરી છે.આ કેમ્પની વધુ માહિતી માટે પ્રમુખ ત્રિભોવનભાઈ ફુલતરિયા મો. ૯૮૨૫૨ ૦૩૩૧૫,મંત્રી કેશવજીભાઈ દેત્રોજા મો.૯૫૩૭૫ ૩૪૫૫૫,ખજાનચી નાનજીભાઈ મોરડીયા મો. ૯૯૭૮૩ ૦૦૪૫૮,PMJF રમેશભાઈ કે. રૂપાલા રીજીયન ચેરપર્સન, રીજીયન-૨ મો.૯૯૨૫૪ ૧૦૫૫૫ પર સંપર્ક કરવા યાદી જણાવાયું છે..
અમદાવાદ: ગુજરાતમાં સક્રિય બનેલી પ્રિમોન્સૂન એક્ટિવિટીને કારણે રાજ્યના ઉત્તર, મધ્ય, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં રાત્રિ દરમિયાન તોફાની પવન, ગાજવીજ અને વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. આ વરસાદથી લોકોને કાળઝાળ ગરમીમાંથી મોટી રાહત મળી છે, પરંતુ બીજી તરફ અનેક વિસ્તારોમાં વીજળી ગુલ થતાં અને વૃક્ષો...
અમદાવાદ: સેટેલાઈટ વિસ્તારમાં ૨૭ તારીખે બનેલી ફાયરિંગની ઘટનાના સંદર્ભમાં પોલીસે નિવૃત્ત DySP અશોકસિંહ ચૌહાણ, તેમના પુત્ર સિદ્ધરાજસિંહ અને પુત્રી ખ્યાતિની ધરપકડ કરી છે. ધરપકડ બાદ સેટેલાઈટ પોલીસ સ્ટેશનની કસ્ટડીમાં રખાયેલા નિવૃત્ત DySPએ મીડિયા સમક્ષ પોતાનો પક્ષ રાખવા માટે ભારે જીદ કરી હોબાળો મચાવ્યો હતો, પરંતુ પોલીસે તેમને પકડીને લોકઅપમાં...
ગુજરાતમાં હાલ હવામાનના બે અલગ-અલગ મિજાજ જોવા મળી રહ્યા છે. એક તરફ રાજ્યના મોટાભાગના શહેરોમાં કાળઝાળ ગરમી અને અસહ્ય ભેજ લોકોને અકળાવી રહ્યા છે, ત્યારે બીજી તરફ હવામાન વિભાગે આગામી દિવસોમાં ગરમીથી મોટી રાહત મળવાના સંકેત આપ્યા છે. અમદાવાદ હવામાન કેન્દ્ર દ્વારા જાહેર કરવામાં આવેલી લેટેસ્ટ આગાહી અનુસાર, આગામી...