ટંકારામાં ઇંગ્લીશ દારૂના ગુનામાં છેલ્લા છએક માસથી નાસતો ફરતો ઈસમ ઝડપાયો 

ટંકારા: ટંકારા પોલીસ સ્ટેશનમાં ઇંગ્લીશ દારૂના ગુનામાં છેલ્લા છએક માસથી નાસતા ફરતા આરોપીને મોરબી લોકલ ક્રાઈમ બ્રાંચે ઝડપી પાડયો છે.

મોરબી એલ.સી.બી./પેરોલ ફર્લો સ્કોડ, મોરબી સ્ટાફ સાથે નાસતા ફરતા આરોપીઓને પકડવા સારૂ પ્રયત્નશીલ હતા. તે દરમ્યાન પેરોલ ફર્લો સ્કોડના પોલીસ હેડ કોન્સ્ટેબલને ખાનગી રાહે બાતમી મળેલ કે, ટંકારા પોલીસ સ્ટેશન સી પાર્ટ ગુ.ર.નં.૦૫૧૪/૨૦૨૨ પ્રોહી કલમ- ૬૫એઇ, ૧૧૬બી,૮૧,૯૮(૨) મુજબના ઇંગ્લીશ દારૂની હેરાફેરીના ગુનામાં નાસતો ફરતો આરોપી ક્રિપાલસિંહ ખુમાનસિંહ જાડેજા રહે. પીઠડ તા.જોડીયા જી.જામનગર વાળો લજાઇ ચોકડી ખાતે ઉભેલ હોવાની બાતમી મળતા સ્ટાફ સાથે લજાઇ ચોકડી ખાતે વોચ તપાસ કરતા પ્રોહીબીશનના ગુનાના કામે નાસતો ફરતો આરોપી ક્રિપાલસિંહ ખુમાનસિંહ બાબુભા જાડેજા ઉ.વ. ૩૨ રહે. પીઠડ તા.જોડીયા જી.જામનગર વાળો મળી આવેલ પરંતુ આરોપીને અટક કરવા પહેલા કોવીડ-૧૯ અંતર્ગત મેડીકલ તપાસણી કરાવવી જરૂરી હોય જેથી આરોપીને પ્રોહીબિશન ગુના હેઠળ હસ્તગત કરી આગળની કાર્યવાહી અર્થે ટંકારા પોલીસ સ્ટેશનને સોપવા કાર્યવાહી હાથ ધરેલ છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img