ઉધોગપતિઓ સંરપચો સહિત અનેક સામાજિક આગેવાનો હાજર રહ્યા
મોરબીના બગથળા ગામમાં આજે જીલ્લા પોલીસવડા સુબોધ ઓડેદરાના અધ્યક્ષસ્થાને લોક દરબારનું આયોજન કરાયું હતું જેમાં ગામના સરપંચ, આસપાસના ગામોના સરપંચ ઉપરાંત ઉદ્યોગપતિઓ અને ગ્રામજનો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા જેમાં લોક દરબારમાં વિવિધ રજૂઆત અને પ્રશ્નો સંભાળવામાં આવ્યા હતા જેના સ્થળ પર નિકાલ કરવામાં આવ્યા હતા તેમજ વહીવટી પ્રશ્નો સમયસર વહેલી તકે નિકાલ કરવા રજૂઆત કરવામાં આવી હતી
મોરબી જીલ્લામાં ક્રાઇમ રેશીયા માં દિનપ્રતિદિન વધારો જોવા મળી રહ્યો છે વાહન ચોરી ઘરફોડ ચોરી જેવા બનાવો વારેઘડીએ બનતા રહે છે ત્યારે બગથળા ગામમાં પોલીસ દ્વારા આયોજિત લોક દરબારમાં ઘરફોડ ચોરી, બેટરી ચોરીની ફરિયાદ ઉપરાંત સમયસર ફરિયાદો ના નોંધાતી હોવાની રજૂઆત કરવામાં આવી હતી
તો હાલ હોળીનો તહેવાર નજીક છે જયારે પરપ્રાંતીય શ્રમિકો વતનમાં પરત જતા હોવાથી ચોરીની શક્યતાઓને ધ્યાને લઈને લોકોને જાગૃત રહેવા જણાવ્યું હતું સાથે જ ખેતરમાં રાખવામાં આવતા ખેત મજુરો અને ફેક્ટરીના શ્રમિકોનું રજીસ્ટ્રેશન કરાવવા, સીસીટીવી કેમેરા લગાવવા જણાવ્યું હતું તો લોક દરબારમાં બગથળા અને આસપાસના ગામોમાં ઘરફોડ ચોરી, બેટરી ચોરીની વ્યાપક ફરિયાદો જોવા મળી હતી એટલું જ નહિ ચોરીના બનાવોમાં સમયસર ફરિયાદ લેવામાં આવતી ના હોવાનું પણ રજૂઆતમાં જણાવ્યું હતું જે અંગે યોગ્ય કરવા ખાતરી આપી હતી તો બગથળા આસપાસના વિસ્તારમાં રોજડા વધુ હોવાથી શિકારી ગેંગ ખેતરમાં વાહનો ચલાવતા હોવાથી ખેતરમાં પાકોને નુકશાન થતું હોવાની રજૂઆત કરી હતી જેથી પોલીસ પેટ્રોલિંગ વધુ કરે તેવી માંગ કરી હતી
જે લોક દરબારમાં જીલ્લા એસપી સુબોધ ઓડેદરા ઉપરાંત એએસપી અતુલકુમાર બંસલ, તાલુકા પીઆઈ વિરલ પટેલ, એસઓજી અને એલસીબીના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા
હાસ્ય કલાકાર માયાા આહીરના ટેક્સવાળા વિવાદિત નિવેદન બાદ ગુજરાતમાં તેમનો ખૂબ વિરોધ થઈ રહ્યો છે. જોકે, બીજી બાજુ અનેક કલાકારો પણ તેના સમર્થનમાં આવ્યા છે. આ વચ્ચે વરિષ્ટ પત્રકાર રાજુદાન ગઢવીએ માયા આહીરના નિવેદનને વખોડ્યું છે અને તેમને આડેહાથ લીધા છે. તેમણે શું કહ્યું તે નીચે આપેલા વીડિયોમાં જુઓ...
જે...
મોરબી જિલ્લાના જેતપર ગામથી વીજલાઈનના વળતર મુદ્દે શરૂ થયેલું ખેડૂત આંદોલન હવે નવા તબક્કામાં પ્રવેશ્યું છે. લોકસાહિત્યકાર હકાભા ગઢવીના ગંભીર આક્ષેપો બાદ ઉપવાસ આંદોલનની છાવણીમાંથી અલગ થયેલા ખેડૂત આગેવાન નિલેશ એરવાડિયાએ હવે નવા સંગઠન 'સરદાર સેના'ની સત્તાવાર રચના કરવાની જાહેરાત કરી છે. સાથે જ આગામી 18 જુલાઈ, શનિવારના રોજ...
ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોમાં વન્ય પ્રાણીઓના હુમલાની ઘટનાઓ સતત વધી રહી છે. ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના બાંભણિયા ગામમાં માનવભક્ષી દીપડાના હુમલામાં 10 વર્ષના એક માસૂમ બાળકનું કરુણ મોત નીપજતાં સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. આ ઘટનાને પગલે પરિવારજનો અને ગ્રામજનોએ વન વિભાગની કામગીરી સામે ભારે રોષ વ્યક્ત કર્યો...