માળીયાના જુનાં ઘાટીલા ગામે સગીરે ઝેરી દવા ગટગટાવી

માળીયા (મી): માળીયા (મી) તાલુકાના જુના ઘાટીલા ગામે સગીરે ઝેરી દવા પી જીંદગી ટુકાવી હોવાનું જાણવા મળ્યું છે.

મળતી માહિતી મુજબ માળીયા (મી) તાલુકાના જુના ઘાટીલા ગામે ભુદરભાઈ પટેલની વાડીએ રહેતા અજયભાઈ ચીમનભાઈ નાયકા (ઉ.વ.૧૬) એ ગત તા.૧૫-૧૧-૨૦૨૨ ના રોજ કોઇપણ વખતે ભુદરભાઈ પટેલની વાડી ખેતરે કોઈ કારણોસર ઝેરી દવા પી લેતા સારવાર અર્થે પ્રથમ જેતપર (મચ્છુ) સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે પ્રાથમિક સારવાર લઈ વધુ સારવાર માટે મોરબી સીવીલ હોસ્પિટલમાં દાખલ કરતા સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે માળિયા મી પોલીસે અકસ્માતે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img