માળીયામાં જૂની અદાવતનો ખાર રાખી મારામારી ચાર આરોપીઓની ધરપકડ

માળીયા : માળીયા શહેરમાં અગાઉ થયેલા સામાન્ય ઝઘડામાં સમાધાન થઈ ગયુ હોવા છતાં ચાર ઈસમોએ યુવાન ઉપર જીવલેણ હુમલો કરતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

જેમાં ભોગ બનનારા ફરિયાદી સલીમભાઇ કરીમભાઇ મોવરે આરોપી સદામ રમજાનભાઇ કટીયા, અબ્દુલ રમજાનભાઇ કટીયા, ઇમરાન ઉર્ફે ઇમલો રમજાનભાઇ કટીયા અને સિંકદર ઇકબાલભાઇ ભટ્ટી વિરુદ્ધ ફરિયાદ કરી છે. જ્યાં તેમણે જણાવ્યું હતું કે, તેમનાકૌટુંબિક ભાઇને સિંકદર સાથે સામાન્ય ઝઘડો થયેલ જે બાબતે સમાધાન થઇ ગયેલ હોવા છતા

ચારેય આરોપીએ માળીયામાં દાવલશાપીરની દરગાહની બાજુ માં ખોજા શેરી પાસે આવીને સિંકદરનો કોઇ વાંક નહી હોવાનુ જણાવી ભુડા બોલી ગાળો આપતા ગાળો આપવાની ના પાડતા એકદમ ઉશ્કેરાઇ જઇ તેમના કૌટુંબિક ભાઇ પર ધોકા તથા પાઇપ વડે હુમલો કરવા જતા હતા. આ ઝઘડામાં વચ્ચે પડેલા સલીમભાઇ કરીમભાઇ મોવરને આરોપી સિંકદરભાઇ ઇકબાલભાઇ ભટ્ટીએ ગળાના ભાગે છરી ઝીકી દેતા આ મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે..

હાલ આ અંગે માળીયા પોલીસે આઇ.પી.સી કલમ-૩૨૪,૫૦૪,૫૦૬(૨) ,૧૧૪, તથા GPA કલમ ૧૩૫ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img