માળીયામાં વરલી જુગાર રમાડતા એક ની ધરપકડ

માળીયામાં વવાણીયા મીયાણાવાસ ચોક પાસે એક આધેડ શખ્સ જાહેરમાં વર્લી જુગાર રમતો હોવાની બાતમી આધારે પોલીસે તેને ઝડપી લીધા છે.

પ્રાપ્ત વિગતો અનુસાર માળીયાના વવાણીયા મીયાણાવાસ ચોક પાસે આરોપી કાદરભાઇ આમદભાઇ સોતા સરા જાહેર વર્લી ફીચરના આંકડા ઉપર પૈસાની લેતી દેતી કરી નશીબ આધારીત હારજીતનો વર્લી ફીચરના આંકડાનો જુગાર રમી રમતા હતા. જેથી પોલીસે રેડ પાડી સાહિત્ય પેન તથા ડાયરી તથા રોકડા રૂપીયા-૮૩૦ ના મુદ્દામાલ સાથે આરોપીની અટકાયત કરી જુગારધારા કલમ-૧૨(એ) મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img