મોરબી: મોરબીમાં જુના ઘુંટુ રોડ ત્રાજપર (ખારી) માં તા.25-12-2022 ના રોજ રવિવારે રાત્રે 8:00 વાગે રામામંડળ રમાશે.
તેમજ તા.26 ડીસેમ્બર સોમવારના રોજ સવારે 9:00 કલાકે વરઘોડો કાઢવામાં આવશે. અને તા.26 ડીસેમ્બર સોમવારના રોજ બપોરે 11:00 કલાકે સ્થળ રામદેવપીરના મંદિર ત્રાજપર (ખારી) ખાતે મહાપ્રસાદ રાખેલ છે. તેથી સોમવાર, તા. ૨૬-૧૨-૨૦૨૨ ના રોજ નિરધારેલ છે તો શ્રી રામદેવપીર ના દર્શનનો અમુલ્ય લ્હાવો લેવા તેમજ મહાપ્રસાદ લેવા ધર્મપ્રેમી જનતાને રામાપીર રામામંડળ – ત્રાજપર ખારી રી), દ્વારા ભાવભર્યુ આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
વડોદરા: શહેરના ગોરવા વિસ્તારમાં સંબંધોને શરમાવે તેવી ચોરીની ઘટના સામે આવી છે. પતિ સાથે અણબનાવ થતાં કાકાના ઘરે રહેવા આવેલી ભત્રીજીએ જ ઘરની તિજોરીમાંથી લાખો રૂપિયાના સોના-ચાંદીના દાગીના ચોરી લીધા હતા. કાકાના પરિવારે તેને પોતાની દીકરીની જેમ રાખી હતી, પરંતુ યુવતીએ પ્રેમ સંબંધ અને મોજશોખ માટે ઘરમાં રાખેલા દાગીના...
કુખ્યાત આરોપી ભાવેશ ઝીલિયા સામે સરખેજ પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે. સરખેજ પોલીસે ભાવેશ ઝીલિયા સામે પાસા હેઠળ કાર્યવાહી કરીને તેને ભુજની જેલમાં મોકલી દીધો છે. ભાવેશ ઝીલિયા વિરુદ્ધ પોલીસ ચોપડે 15થી વધુ ગુના નોંધાયેલા હોવાનું સામે આવ્યું છે. સરખેજમાં નોંધાયેલા ગુનાને લઈને પોલીસે તેની સામે પાસાની કાર્યવાહી...
સાબરકાંઠા: પ્રાંતિજ તાલુકાના લીમલા ગામ નજીક એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં સ્વિફ્ટ કારની પાછળની સીટમાંથી બેંક મેનેજર ભરત ચૌધરીની લોહીલુહાણ લાશ મળી આવી છે. તેઓ ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના બાલવા ગામના વતની અને IIFL ફાઇનાન્સ બેંકમાં મેનેજર તરીકે ફરજ બજાવતા હતા.
પ્રાથમિક માહિતી મુજબ, ભરતભાઈ (ઉંમર 42)ની ગળાના...