મોરબીના મહેન્દ્રનગર ગામે પેવર બ્લોકના કામમાં ભ્રષ્ટાચાર થયાંની રાવ

માજી ઉપસરપંચે આધાર પુરાવા સાથે કરી રજૂઆત

કલેકટરના તપાસના આદેશ છતાં તાલુકા વિકાસ અધિકારી નિષ્ક્રિય

મોરબી: મોરબીના મહેન્દ્રનગર ગામે પેવર બ્લોક રોડમાં ગેરરીતે થઈ હોવાની ફરિયાદ ગામના જ માજી ઉપસરપંચે સંબંધિત તંત્રને લેખિત આધાર પુરાવા સાથે રજૂઆત કરી હોવા છતાં તંત્ર આંખ આડા કાન કરી ભ્રષ્ટાચારીઓને છાવરતા હોવાનું ચિત્ર ઉપસી રહ્યું છે આ અંગે કલેકટરને રજૂઆત કરતા કલેક્ટર એ પણ તાલુકા વિકાસ અધિકારીને તપાસ કરવાનો હુકમ કર્યો હોવા છતાં ટીડીઓ તરફથી સક્રિય કામગીરી આજ દિન સુધી કરવામાં આવી નથી.

મહેન્દ્રનગર ગામના માજી ઉપસરપંચ ચુનીલાલ માવજીભાઈ બાવરવા એ પેવર બ્લોક રોડના કામમાં ભ્રષ્ટાચાર થયો હોવાનું ખુલાસો કરી સંબંધિત તંત્રને જાણ કરી છે મહેન્દ્ર નગર ગામના આનંદ નગર વિસ્તારમાં રવિભાઈ ત્રેટિયાના ઘરથી હનુમંત એપાર્ટમેન્ટ તરફ થયેલ પેવર બ્લોકના કામમાં ભ્રષ્ટાચાર થયો હોવાનો ગંભીર આક્ષેપ થયો છે મહેન્દ્રનગર ગ્રામ પંચાયત અંતર્ગત તારીખ 5/1/22 ના વર્ક ઓર્ડર મુજબ જે કામનો ખર્ચ સુધારેલ છે. તે મુજબનું કામ થયેલું નથી.

તેમજ જે માલ સમાનનો ખર્ચ ઉધારેલ છે તે ખોટા બિલો રજૂ કરીને બહુ મોટો ભ્રષ્ટાચાર કરાયો હોવાનો ગંભીર આરોપ લગાવવામાં આવેલ છે સીસી રોડનું જે કામ બતાવ્યું છે તે પણ ખોટું છે પેવર નીચે સીસી રોડ નું કામ પહેલેથી જ થયેલું છે કામ અંતર્ગત કરાયેલ માજી ઉપસરપંચના આક્ષેપો અંગે સુસંગત આધાર પુરાવા સાથે તાલુકા વિકાસ અધિકારીને ભ્રષ્ટાચાર સબ કાર્યવાહી કરવા જણાવ્યું છે પરંતુ આ બાબતે ટીડીઓ સક્રિય નહીં રહેતા કલેક્ટરને રજૂઆત કરાઈ હતી જેના અનુસંધાને કલેકટરે પણ ટીડીઓને હુકમ કરી યોગ્ય તપાસ કરવા આદેશ કર્યા છે આમ છતાં આજ દિન સુધી ટીડીઓ તરફથી કોઈ કાર્યવાહી નહીં કરવામાં આવતા ટીડીઓ ભ્રષ્ટાચારીઓને છાવરતા હોવાનું લોકોમાં ચર્ચા રહ્યું છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img