મોરબીના રેલ્વે સ્ટેશન રોડ ઉપર યુવક પર અજાણ્યા શખ્સનો છરી વડે જીવલેણ હુમલો

મોરબી: મોરબીના રેલ્વે સ્ટેશન રોડ ઉપર ફૂટપાથમાં રાખવામાં આવેલ લારી પાસે યુવક ઉપર કોઈ અજાણ્યા શખ્સે છરીનો ઘા ઝીકી દીધો હતો જેથી કરીને ઇજાગ્રસ્ત હાલતમાં તે યુવકને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. આ બનાવ અંગે મોરબી સીટી એ ડિવિઝન પોલીસે જાણ કરતા પોલીસ ઘટનાસ્થળે દોડી જઇ તપાસ હાથ ધરી હતી.

મળતી માહિતી મુજબ મોરબીના રેલ્વે સ્ટેશન રોડ ઉપર ફૂટપાથ પર રાખવામાં આવેલ લારીની બાજુમાં બેઠેલ યુવાનને કોઈ અજાણ્યા શખ્સ દ્વારા પડખાના ભાગે છરીનો ઊંડો ઘા ઝીકી દેવામાં આવ્યો હતો જેથી કરીને લોહી નીકળતી હાલતમાં તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને વધુમાં આ બનાવ અંગે પ્રાપ્ત વિગતો મુજબ ઈજા પામેલ યુવાનનું નામ રમેશ ખુરમભાઈ (૪૫) છે જોકે તેને કોણે છરી મારી છે અને શા માટે છરી મારી હતી તે દિશામાં હાલમાં તપાસ ચાલી રહી છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img