મોરબીના સોખડા શાળામાં દાતાઓ દ્વારા વિદ્યાર્થીઓને ગણવેશ અર્પણ કરાયા

મોરબી: મોરબીના લોકો કંઈકને કંઈક સેવાકીય પ્રવૃત્તિઓ કરવા માટે જાણીતા છે,લોકો હરહંમેશ કંઈકને કંઈક દાન કરતા હોય છે,એમાંય ખાસ કરીને શાળાના વિદ્યાર્થીઓ માટે શાળા માટે શૈક્ષણિક કીટ, ગણવેશ,કમ્પ્યુટર વગેરે જેવી વસ્તુઓ આપતા હોય છે, એવી રીતે સોખડા પ્રાથમિક શાળામાં Fasten Laminates ના જયભાઈ આદ્રોજા અને હેમંતભાઈ ગઢિયા દ્વારા વિદ્યાર્થીઓને 330 ટીશર્ટ યુનિફોર્મનું દાન કરવામા આવ્યું હતું. આ કાર્યમાં સક્રિય ભૂમિકા એસ.એમ.સી.ના અધ્યક્ષ દેવાભાઈ આહિરે ખૂબ તત્પરતા દાખવી હતી શાળાના સ્ટાફ અને smc વતી દાતાઓને શાલ અને પુસ્તક દ્વારા સન્માન કરવામા આવ્યું હતું.રાષ્ટ્રીય મહાસંઘના સિનિયર ઉપાધ્યક્ષ પ્રદીપભાઈ કુવાડિયાએ બંને દાતાઓનો ધન્યવાદ આપી આભાર પ્રકટ કર્યો હતો.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img