મોરબી શહેરના પરાબજાર વિસ્તારમાં જાહેરમાં ક્રિકેટ મેચ પર સટ્ટો રમતા ઈસમને પોલીસે ઝડપી લઈને રોકડ રકમ અને મોબાઈલ સહિતનો મુદામાલ જપ્ત કર્યો છે
મોરબી પરાબજારમાં અમદાવાદ હેર ડ્રેસર નામની દુકાનની બાજુમાં પોલીસે દરોડો પાડી કલ્પેશભાઈ પ્રેમજીભાઈ રાવલને ક્રિકબર્જ ઓનલાઈન એપ્લીકેશનમા લાઇવ મેચ નિહાળી કોલકતા(KKR) બેગ્લોર(RCB) ની 20-20 ક્રિકેટ મેચ ઉપર આરોપી વીર સાથે રનફેરનો જુગાર રમી રમાડી રોકડા રૂપિયા 10,500 તથા મોબાઇલ ફોન રૂપિયા 5000 મળી કુલ રૂપિયા 15,500ના મુદામાલ સાથે ઝડપી લેવામાં આવ્યો હતો.
વડોદરા: શહેરના ગોરવા વિસ્તારમાં સંબંધોને શરમાવે તેવી ચોરીની ઘટના સામે આવી છે. પતિ સાથે અણબનાવ થતાં કાકાના ઘરે રહેવા આવેલી ભત્રીજીએ જ ઘરની તિજોરીમાંથી લાખો રૂપિયાના સોના-ચાંદીના દાગીના ચોરી લીધા હતા. કાકાના પરિવારે તેને પોતાની દીકરીની જેમ રાખી હતી, પરંતુ યુવતીએ પ્રેમ સંબંધ અને મોજશોખ માટે ઘરમાં રાખેલા દાગીના...
કુખ્યાત આરોપી ભાવેશ ઝીલિયા સામે સરખેજ પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે. સરખેજ પોલીસે ભાવેશ ઝીલિયા સામે પાસા હેઠળ કાર્યવાહી કરીને તેને ભુજની જેલમાં મોકલી દીધો છે. ભાવેશ ઝીલિયા વિરુદ્ધ પોલીસ ચોપડે 15થી વધુ ગુના નોંધાયેલા હોવાનું સામે આવ્યું છે. સરખેજમાં નોંધાયેલા ગુનાને લઈને પોલીસે તેની સામે પાસાની કાર્યવાહી...
સાબરકાંઠા: પ્રાંતિજ તાલુકાના લીમલા ગામ નજીક એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં સ્વિફ્ટ કારની પાછળની સીટમાંથી બેંક મેનેજર ભરત ચૌધરીની લોહીલુહાણ લાશ મળી આવી છે. તેઓ ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના બાલવા ગામના વતની અને IIFL ફાઇનાન્સ બેંકમાં મેનેજર તરીકે ફરજ બજાવતા હતા.
પ્રાથમિક માહિતી મુજબ, ભરતભાઈ (ઉંમર 42)ની ગળાના...