મોરબીમાં મારામારીના ગુન્હાઓમા અવાર નવાર પકડાતો ઇસમ પાસા તળે જેલહવાલે

મોરબી: મોરબીમાં મારામારીના ગુન્હાઓમા અવાર નવાર પકડાયેલ ઇસમને પાસા તળે સુરત જેલ હવાલે કરતી મોરબી સીટી-એ ડીવિઝન પોલીસ

મોરબી જીલ્લા પોલીસ અધિક્ષક નાંઓની સુચના તથા નાયબ પોલીસ અધિક્ષક મોરબી વિભાગ, મોરબી નાંઓના માર્ગદર્શન હેઠળ મોરબી શહેરમાં અસામાજીક તત્વોની પ્રવૃતીઓને ડામવા સુચના થતા મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશન વીસ્તારમાં અવાર નવાર મારામારી તેમજ રાયોટીંગ જેવા ગુન્હાઓમા પકડાયેલ અસામાજીક ઇસમ ડેનીશભાઇ કિશોરભાઇ કથરેચા રહે. મોરબી કાલીકાપ્લોટ સાયન્ટફીક રોડ વાળા વિરૂધ મોરબી સીટી એ ડીવીઝન દ્રારા પાસાની પ્રપોઝલ કરવામા આવેલ જે અન્વયે ડીસ્ટ્રીકટ મેજીસ્ટ્રેટ અને કલેક્ટર મોરબીનાઓએ પાસા પ્રપોઝલ મંજુર કરી પાસા વોરંટ ઇસ્યુ કરેલ જેથી મજકુર ઇસમની અટકાયત કરી પાસા વોરંટની બજવણી કરી સુરત લાજપોર જેલ હવાલે મોકલવા તજવિજ કરેલ છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img