મોરબીમાં રહેણાંક મકાનમાંથી ઈંગ્લીશ દારૂના 49 હજારના જથ્થા સાથે એક ઈસમ ઝડપાયો

મોરબી: મોરબી નાની બજાર વિશ્વકર્મા મંદિર પાસે રહેણાંક મકાનમાંથી ઈંગ્લીશ દારૂના 49 હજારના જથ્થા સાથે એક ઈસમને મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડયો છે.

મોરબી જીલ્લા પોલીસ અધિક્ષક નાઓની સુચના તેમજ નાયબ પોલીસ અધિક્ષક મોરબી ડીવીજન મોરબી નાઓના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેકટર નાઓએ મિલ્કત વિરૂધ્ધના અનડીટેકટ ગુન્હાઓ ડીટેકટ કરવા તેમજ પ્રોહી જુગારની બદી પર અંકુશ લાવવા સુચના કરેલ હોય જે અનુસંધાને મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનનો સર્વેલન્સ સ્ટાફ પેટ્રોલીગમાં હોય

તે દરમ્યાન પોલીસ કોન્સ્ટેબલને મળેલ ખાનગી બાતમીના આધારે મોરબી નાની બજાર વિશ્વકમાં મંદીર પાસે રહેણાક મકાનમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે આરોપી યોગીરાજસિંહ ખોડુભા વાઘેલા/દરબાર (રહે.મોરબી નાનીબજાર વિશ્વકર્મા મંદીરની બાજુમાં) ને પકડી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ છે.

પોલીસે કબ્જે કરેલ મુદામાલ – (૧) સીવાસ રીગલ બ્લેન્ડેડ સ્કોચ વ્હીસ્કી કુલ બોટલ નંગ-૮ કુલ કિ રૂ.૨૪,૦૦૦/-તથા નં.(૨) જહોની વોલ્કર ડબલ બ્લેક બ્લેન્ડેડ ગુડસ વ્હીક્સી કુલ બોટલ નંગ-૫ કુલ કિ.રૂ.૨૫,૦૦૦/-ગણી એમ કુલ બોટલ નંગ-૧૩ જેની કુલ કિ ૨,૪૯,૦૦૦/-નો મુદામાલ કબ્જે કરેલ છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img