મોરબી: કમોસમી વરસાદના આગમનથી ધરતીપુત્ર ચિંતાતુર

હવામાન વિભાગ દ્વારા આજે 29મી એપ્રિલ સુધી રાજ્યના વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે સૌરાષ્ટ્ર કચ્છમા કમોસમી વરસાદ વરસવાની આગાહી કરી હતી જે મુજબ ગઈકાલે શનિવારે સાંજે ચાર વાગ્યા બાદ ચોમાસા જેવા માહોલમાં ગાજવીજ, ગડગડાટ સાથે પવનની ઝડીએ તરખાટ મચાવ્યા બાદ આજે સવારથી ફરી ચોમાસા જેવા વાતાવરણ વચ્ચે મોરબી શહેરમાં કમોસમી મેઘરાજાએ ધડબડાટી બોલાવી મોટા ફોરે વરસાદ વરસાવ્યો છે.

મોરબી શહેર ઉપરાંત ટંકારા પંથકમાં પણ સવારથી દે ધનાધન વરસાદ વરસી રહ્યો છે, સાથે જ આમરણ, વાંકાનેર, માળીયા તાલુકામાં પણ સવારે સાત વાગ્યાથી અત્યાર સુધી મેઘરાજ કમોસમી હેત વરસાવી રહ્યા હોવાના અહેવાલો મળી રહ્યા છે. જો કે, હળવદ તાલુકામાં આ લખાય છે ત્યારે માત્ર વાદળછાયું વાતાવરણ હોવાનું અને કોઇ કોઈ છાંટા પડતા હોવાના સમાચાર સાપડી રહ્યા છે. મેઘરાજાની કમોસમી એન્ટ્રીને પગલે મોરબી જિલ્લામાં ઉનાળુ તલ, બાજરી, મગફળી સહિતના વાવેતર કરનાર ખેડૂતો ચિંતિત બન્યા છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img