મોરબી જિલ્લા ઉમિયા પરિવાર સમૂહ લગ્ન સમિતિ મોરબીની પ્રેરણાથી એક જ દિવસમાં પાંચ ઘડિયા લગ્ન લેવાયાં

મોરબી: પંચાસર રોડ ઉપર આવેલ સત્યમ હોલમાં મોરબી નિવાસી ભવાનભાઈ સોમાભાઈ ટીટોડીયાની સુપુત્રી ચિ. ક્રિષ્નાના શુભ લગ્ન મોરબી નિવાસી સ્વ. પ્રવીણભાઈ મગનભાઈ પારેજીયાના સુપુત્ર ચિ. રોનક સાથે યોજાયા.

તેમજ જુના દેવળિયા સમાજ વાડીમાં ભરતનગર નિવાસી. હીરજીભાઈ મનજીભાઈ ફેફરની સુપુત્રી ચિ. ગાયત્રીના શુભ લગ્ન નવા ઘનશ્યામગઢ નિવાસી. મણીલાલ લખમણભાઈ દલસાણીયાના સુપુત્ર ચિ. રાહુલકુમાર સાથે યોજાયા તથા હીરજીભાઈ મનજીભાઈ ફેફરના સુપુત્ર ચિ. ઉત્તમના શુભ લગ્ન મણીભાઈ લખમણભાઈ દલસાણીયાની સુપુત્રી ચિ. કુસુમ સાથે યોજાયા. 

તેમજ ખાખરાળા ગામે વડાવિયા વાડીમાં લુટાવદર નિવાસી હરજીવનભાઈ રેવાભાઈ ઝાલરીયાની સુપુત્રી ચિ.ભાવિકા ના શુભ લગ્ન ખાખરાળા નિવાસી કેશવજીભાઇ છગનભાઈ વડાવિયાના સુપુત્ર ચિ. ભાવિનકુમાર સાથે યોજાયા તથા હરજીવનભાઈ રેવાભાઈ ઝાલરીયાના સુપુત્ર ચિ. હિમાંશુના શુભ લગ્ન કેશવજીભાઇ છગનભાઈ વડાવિયાની સુપુત્રી ચિ. સુરભી સાથે યોજાયા.

આ ઘડિયા લગ્નમાં મોરબી જિલ્લા ઉમિયા પરિવાર સમૂહ લગ્ન સમિતિના જયંતિભાઈ પડસુંબિયા, ઠાકરશીભાઈ કલોલા, વિનુભાઈ વિડજા, ગોવિંદભાઈ ગામી, પ્રવીણભાઈ રૂપાલા, હસુભાઈ પારજીયા, સવજીભાઈ સુરાણી, ડાયાભાઈ માકાસણા, દુર્લભજીભાઈ થડોદા, નવીનભાઈ ફેફર, ભોરણીયા સાહેબ તથા પાટીદાર સમાજના આગેવાનોએ હાજર રહીને ઘડિયા લગ્ન માં પ્રભુતા પાડનાર નવદંપતીઓને આશીર્વાદ આપ્યા.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img