મોરબી જિલ્લા કિસાન મોરચાની કારોબારી આજ તારીખ 17/5/2022ના રોજ મોરબી મુકામે મળી હતી
જેમાં પ્રદેશ કિસાન મોરચાના મહામંત્રી હિરેનભાઈ હિરપરા, પ્રદેશ કિસાન મોરચાના મંત્રી વિજયભાઈ કોરાટ,મોરબી જિલ્લા કિસાન મોરચા પ્રભારી મંત્રી રાણશીભાઇ ગઢવી, પ્રદેશ કારોબારી સભ્ય રજનીભાઈ તથા વલ્લભભાઈ તથા કાળુભાઈ તેમજ મોરબી જિલ્લા કિસાન મોરચાના પ્રમુખ પદયુમનભાઈ મકવાણા, જિલ્લાના બંને મહામંત્રીશ્રી શિરીશભાઈ તથા ગણપતસિંહભાઈ તેમજ આ કાર્યક્રમનું સંચાલન કરતા જિલ્લા કિસાન મોરચાના કોષાધ્યક્ષ કે.કે.પરમાર સાથે જીલ્લાના હોદ્દેદારો બધા મંડળના પ્રમુખ અપેક્ષિત હોદ્દેદારો અને કારોબારી સભ્યોની હાજરીમાં કારોબારી ની મીટીંગ મળી હતી
વડોદરા: શહેરના ગોરવા વિસ્તારમાં સંબંધોને શરમાવે તેવી ચોરીની ઘટના સામે આવી છે. પતિ સાથે અણબનાવ થતાં કાકાના ઘરે રહેવા આવેલી ભત્રીજીએ જ ઘરની તિજોરીમાંથી લાખો રૂપિયાના સોના-ચાંદીના દાગીના ચોરી લીધા હતા. કાકાના પરિવારે તેને પોતાની દીકરીની જેમ રાખી હતી, પરંતુ યુવતીએ પ્રેમ સંબંધ અને મોજશોખ માટે ઘરમાં રાખેલા દાગીના...
કુખ્યાત આરોપી ભાવેશ ઝીલિયા સામે સરખેજ પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે. સરખેજ પોલીસે ભાવેશ ઝીલિયા સામે પાસા હેઠળ કાર્યવાહી કરીને તેને ભુજની જેલમાં મોકલી દીધો છે. ભાવેશ ઝીલિયા વિરુદ્ધ પોલીસ ચોપડે 15થી વધુ ગુના નોંધાયેલા હોવાનું સામે આવ્યું છે. સરખેજમાં નોંધાયેલા ગુનાને લઈને પોલીસે તેની સામે પાસાની કાર્યવાહી...
સાબરકાંઠા: પ્રાંતિજ તાલુકાના લીમલા ગામ નજીક એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં સ્વિફ્ટ કારની પાછળની સીટમાંથી બેંક મેનેજર ભરત ચૌધરીની લોહીલુહાણ લાશ મળી આવી છે. તેઓ ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના બાલવા ગામના વતની અને IIFL ફાઇનાન્સ બેંકમાં મેનેજર તરીકે ફરજ બજાવતા હતા.
પ્રાથમિક માહિતી મુજબ, ભરતભાઈ (ઉંમર 42)ની ગળાના...