Wednesday, May 27, 2026

મોરબી જિલ્લા ખેલ મહાકુંભમાં બરવાળા સરસ્વતી ભગવતી વિધાલયે ડંકો વગાડ્યો

મોરબી : જિલ્લાકક્ષાએ યોજાયેલ ખેલ મહાકુંભમાં સરસ્વતી ભગવતી વિદ્યાલયના વિદ્યાર્થીઓએ સારું પ્રદર્શન કરી રાજ્યકક્ષાએ પસંદગી પામ્યા છે.

સરસ્વતી ભગવતી વિદ્યાલય – બરવાળા (બરવાળા હાઈસ્કુલ)ના વિદ્યાર્થીઓએ શાળાના શિક્ષક અશ્વિનભાઇ દેત્રોજાના માર્ગદર્શન હેઠળ એથલેટિક્સ સ્પર્ધામાં ઓપન એજ ગ્રુપ (બહેનો) અંડર – 17 (બહેનો) સ્પર્ધામાં ભાગ લીધેલ હતો.વસુનિયા વર્ષા લાંબી કૂદમાં પ્રથમ નંબરે,ખાંભલા કિંજલ 200મી દોડમાં બીજો નંબરે,વણોલ નેહા 100 મી દોડમાં બીજો નંબરે,ભટ્ટી ખમ્મા 400 મી દોડમાં બીજો નંબર મેળવીને રાજ્યકક્ષા માટે પસંદ થઈને શાળાનું ગૌરવ વધારેલ છે.શાળાના પ્રમુખ જયંતીભાઈ જેરાજભાઈ પટેલે વિદ્યાર્થીઓ અને શિક્ષકને અભિનંદન પાઠવેલ હતા.અગામી સમયમાં આ વિદ્યાર્થીનીઓ રાજ્યકક્ષાએ સ્પર્ધામાં ભાગ લેશે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img