આજ રોજ મોરબી જિલ્લામાં મોરબી જિલ્લા પ્રભારી મંત્રી દેવાભાઈ માલમની અધ્યક્ષતા માં જિલ્લા પંચાયત મોરબી ખાતે આંગણવાડી કાર્યકર તેમજ તેડાગર ની નિમણુક પત્ર એનાયત કરવાનો કાર્યક્રમ યોજાયેલ
જેમાં જિલ્લા પંચાયત પ્રમુખ ચંદુભાઈ શિહોરા , જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઇ દેથરીયા , ભાજપ અગ્રણી જીગ્નેશભાઈ કૈલા , કારોબારી ચેરમેન જયંતીભાઈ પડસુંબીયા , મહિલા અને બાળ વિકાસ તેમજ યુવા પ્રવૃત્તિ સમિતિના ચેરમેન સરોજબેન ડાંગરીયા , મોરબી તાલુકા ભાજપ પ્રમુખ અરવિંદભાઈ વાસદડીયા , મોરબી તાલુકા પંચાયત પ્રમુખ રમાબેન ચાવડા , હળવદ તાલુકા પંચાયત પ્રમુખ બકુબેન પઢિપાર , જિલ્લા કલેકટર જે. બી . પટેલ સાહેબ , જિલ્લા વિકાસ અધિકારી પી.કે. ભગદેવ સાહેબ તેમજ અન્ય અધિકારીઓ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા મોરબી જિલ્લાના આઈસીડીએસ અંતર્ગત આંગણવાડી કેન્દ્રોના ૩૯ તેડાગર અને આંગણવાડી કાર્યકર એમ કુલ ૧૧૫ ઉમેદવારોને નિમણુક હુકમ આપવામાં આવેલ નવા કાર્યકરો તેડાગર આવતા આંગણવાડી કેન્દ્રોની સેવા વિશેષ ગુણવત્તાસભર બનશે . નવા નિમણૂક પામેલા આ કાર્યકર – તેડાગર સરકારશ્રીની સુખાકારી યોજનાઓ તમામ લાભાર્થીઓ સુધી પહેંચાડે તેવી શુભેચ્છા માન . જિલ્લા પ્રમુખ ચંદુભાઈ શિહોરા દ્વારા આપવામાં આવી . સૌનો સાથ સૌનો વિકાસ ” ના સંદેશ સાથે અધ્યક્ષ દેવાભાઈ માલમે પણ ગુણવત્તા યુક્ત કામગીરી કરવા નવ નિયુક્ત બહેનો ને હાંકલ કરેલ.
વડોદરા: શહેરના ગોરવા વિસ્તારમાં સંબંધોને શરમાવે તેવી ચોરીની ઘટના સામે આવી છે. પતિ સાથે અણબનાવ થતાં કાકાના ઘરે રહેવા આવેલી ભત્રીજીએ જ ઘરની તિજોરીમાંથી લાખો રૂપિયાના સોના-ચાંદીના દાગીના ચોરી લીધા હતા. કાકાના પરિવારે તેને પોતાની દીકરીની જેમ રાખી હતી, પરંતુ યુવતીએ પ્રેમ સંબંધ અને મોજશોખ માટે ઘરમાં રાખેલા દાગીના...
કુખ્યાત આરોપી ભાવેશ ઝીલિયા સામે સરખેજ પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે. સરખેજ પોલીસે ભાવેશ ઝીલિયા સામે પાસા હેઠળ કાર્યવાહી કરીને તેને ભુજની જેલમાં મોકલી દીધો છે. ભાવેશ ઝીલિયા વિરુદ્ધ પોલીસ ચોપડે 15થી વધુ ગુના નોંધાયેલા હોવાનું સામે આવ્યું છે. સરખેજમાં નોંધાયેલા ગુનાને લઈને પોલીસે તેની સામે પાસાની કાર્યવાહી...
સાબરકાંઠા: પ્રાંતિજ તાલુકાના લીમલા ગામ નજીક એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં સ્વિફ્ટ કારની પાછળની સીટમાંથી બેંક મેનેજર ભરત ચૌધરીની લોહીલુહાણ લાશ મળી આવી છે. તેઓ ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના બાલવા ગામના વતની અને IIFL ફાઇનાન્સ બેંકમાં મેનેજર તરીકે ફરજ બજાવતા હતા.
પ્રાથમિક માહિતી મુજબ, ભરતભાઈ (ઉંમર 42)ની ગળાના...