મોરબી ડીસ્ટ્રીકટ કોર્ટમાં બનાવટી શોલવંશીનો ત્રણ શખ્સોએ ખરા કીમતી જામીનગીરી તરીકે ઉપયોગ કર્યો 

મોરબી: આરોપીનુ હિટાચી મશીન વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં કબ્જે કરેલ હોય જે છોડાવવા ત્રણ શખ્સોએ કાવતરું રચી આરોપી દિનેશભાઇના નામનો દારપણનો દાખલો કોઈપણ રીતે ઉભો કરી બનાવટી હોવાનું પોતે જાણતાં હોવા છતાં ખરા તરીકે કીમતી જામીનગીરી તરીકે નામદાર મોરબી કોર્ટમાં રજૂ કરી ગુન્હો કર્યો હોવાની ત્રણ શખ્સો વિરુદ્ધ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ આરોપી દિનેશભાઇ ભાણજીભાઈ વાઢેર (ઉ.વ.૪૭) રહે. એ-૪૦૪ શાંતીપથ રેસીડેન્સી મુઠીયા નરોડા અમદાવાદ વાળાનુ હિટાચી મશીન વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે ગુન્હાનામા કબ્જે કરેલ હોય જે છોડાવવા માટે નામદાર હાઇકોર્ટના હુકમ મુજબ શોલવંશી જામીન મોરબી કોર્ટમા રજુ કરવાનો હુકમ હોય જેથી આ કામના આરોપી દિનેશભાઇ ભાણજીભાઇ વાઢેર ઉ.વ.૪૭ રહે.એ-૪૦૪ શાંતીપથ રેસીડન્સી મુઠીયા નરોડા અમદાવાદ, રાજુભાઇ બુટાભાઇ ફાંગલીયા ઉ.વ.૪૨ રહે.મોરથળા તા.થાન જી.સુરેન્દ્રનગર તથા દેવેન્દ્રભાઇ નાથાભાઇ પંડયા રહે.ઓઢવ અમદાવાદવાળાઓએ ભેગામળી ગુનાહિત કાવત્રુ રચી આરોપી દિનેશભાઇના નામનો દારપણાનો દાખલો કોઇપણ રીતે ખોટો ઉભો કરી બનાવટી હોવાનુ પોતે જાણતા હોવા છતા ખરા તરીકે કીમતી જામીનગીરી તરીકે નામદાર મોરબી કોર્ટમા રજુ કરી ગુન્હો કર્યો હોવાની મોરબી સીટી બી ડીવીજન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપીઓ વિરુદ્ધ આઇપીસી કલમ – ઈ.પી.કો. કલમ-૧૨૦(બી), ૨૦૦,૪૨૦,૪૬૫,૪૬૭,૪૬૮,૪૭૧ મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img