મોરબીની સિવિલ હોસ્પિટલ તેના અણધડ વહિવટ અને બેદરકારી ની ફરીયાદો અવારનવાર સાંભળવા આવતી હોય છે તો બીજી તરફ તબીબો દ્વારા અનેક સરાહનીય સફળ ઓપરેશનો દ્વારા દર્દી ને સાજા કરવા આવતા હોય છે ત્યારે આવી જ એક દર્દી નાં સફળ ઓપરેશનીઘટના સામે આવી છે.
મોરબીની સિવિલ હોસ્પિટલમાં જનરલ સર્જન અને તેની ટીમે ૨ વર્ષથી દર્દથી પીડાતા દર્દીની સફળ પ્લાસ્ટિક સર્જરી કરી હતી ખાનગી હોસ્પિટલમાં જે સર્જરી માટે મસમોટી રકમ ખર્ચવી પડે છે તે સર્જરી ડોક્ટરોની ટીમે સિવિલમાં કરી દર્દીને રાહત આપી હતી
મોરબીની સિવિલ હોસ્પિટલમાં 2 વર્ષથી પીલોનીડલ સીન્સ નામની બીમારીથી પીડિત દર્દી દાખલ કરવામાં આવ્યા હતા ત્યારે મોરબી સિવિલના જનરલ સર્જન ડો. વિમલ દેત્રોજા, તેમની ટીમના ડો. મિતેશ માકડીયા, નિશાબેન દવે, યશ ત્રિવેદી, કિરણ ચૌહાણ, રાહુલ નાયકા, પ્રિયંકા ઇન્દરીયા સહિતની ટીમે દર્દીની limbergflap repair નામની પ્લાસ્ટિક સર્જરી કરી દર્દ નિવારણ કર્યું હતું તેમજ દર્દીના સ્તનમાં ૨૫x ૨૫ સેમીની ફીલોઈડ ટ્યુમર નામની ગ્રંથ ની સફળતાપૂર્વક સર્જરી કરી હતી સિવિલ હોસ્પીટલમાં જ દર્દીની મહત્વની સર્જરી થતા દર્દીને ખાનગી હોસ્પિટલના મોટા ખર્ચમાંથી રાહત મળી હતી.
અમદાવાદ: ગુજરાતમાં સક્રિય બનેલી પ્રિમોન્સૂન એક્ટિવિટીને કારણે રાજ્યના ઉત્તર, મધ્ય, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં રાત્રિ દરમિયાન તોફાની પવન, ગાજવીજ અને વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. આ વરસાદથી લોકોને કાળઝાળ ગરમીમાંથી મોટી રાહત મળી છે, પરંતુ બીજી તરફ અનેક વિસ્તારોમાં વીજળી ગુલ થતાં અને વૃક્ષો...
અમદાવાદ: સેટેલાઈટ વિસ્તારમાં ૨૭ તારીખે બનેલી ફાયરિંગની ઘટનાના સંદર્ભમાં પોલીસે નિવૃત્ત DySP અશોકસિંહ ચૌહાણ, તેમના પુત્ર સિદ્ધરાજસિંહ અને પુત્રી ખ્યાતિની ધરપકડ કરી છે. ધરપકડ બાદ સેટેલાઈટ પોલીસ સ્ટેશનની કસ્ટડીમાં રખાયેલા નિવૃત્ત DySPએ મીડિયા સમક્ષ પોતાનો પક્ષ રાખવા માટે ભારે જીદ કરી હોબાળો મચાવ્યો હતો, પરંતુ પોલીસે તેમને પકડીને લોકઅપમાં...
ગુજરાતમાં હાલ હવામાનના બે અલગ-અલગ મિજાજ જોવા મળી રહ્યા છે. એક તરફ રાજ્યના મોટાભાગના શહેરોમાં કાળઝાળ ગરમી અને અસહ્ય ભેજ લોકોને અકળાવી રહ્યા છે, ત્યારે બીજી તરફ હવામાન વિભાગે આગામી દિવસોમાં ગરમીથી મોટી રાહત મળવાના સંકેત આપ્યા છે. અમદાવાદ હવામાન કેન્દ્ર દ્વારા જાહેર કરવામાં આવેલી લેટેસ્ટ આગાહી અનુસાર, આગામી...