મોરબીમાં વિ.સી.હાઈસ્કુલ ખાતે ઔધોગિક ભરતી મેળો યોજાશે

મોરબી : રોજગાર અને તાલીમના નિયંત્રણ હેઠળની રોજગાર વિનિમય કચેરી મોરબી દ્વારા તા.૦૫/૦૫/૨૦૨૨ ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે ધી.વી.સી ટેકનીકલ હાઇસ્કૂલ, મીટીંગ હોલ, વી.સી.ફાટક નજીક, મોરબી ખાતે ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન મંત્રી તથા રાજકીય અગ્રણીઓની હાજરીમાં કરવામાં આવેલ છે. જેમાં મોરબી જિલ્લાઓના ખાનગી ક્ષેત્રના વિવિધ નોકરીદાતાઓ ઉપસ્થિત રહીને વિનામુલ્યે પસંદગીની કાર્યવાહી કરશે.

જેથી, ખાનગી ક્ષેત્રે નોકરી મેળવવા ઇચ્છુક, નોન મેટ્રીક/એસએસસી/એચએચસી/આઇટીઆઇ/સ્નાતક વગેરેની લાયકાત ધરાવતા તથા ૧૮ થી ૩૫ વર્ષની ઉંમર ધરાવતા ઉમેદવારોએ, તેમના તમામ શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો, શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, પાસપોર્ટ સાઇજના ફોટોગ્રાફ, બાયોડાટા ,આધાર કાર્ડ વગેરે સાથે સ્વખર્ચે ભરતીના સ્થળે, નિયત સમયે અને તારીખે અચુક ઉપસ્થિત રહેવા તથા રોજગાર વિનિમય કચેરી ખાતે નામ નોંધણી નહી કરાવેલ ઉમેદવારો પણ હાજર રહી શકશે તેમ જિલ્લા રોજગાર અધિકારીની યાદીમાં જણાવાયું છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img