મોરબી ABVP દ્વાર સ્ટુડન્ટ ફોર ડેવલપમેન્ટ અંતર્ગત એક દિવસનાં ટ્રેકિંગ કેમ્પનું આયોજન

મોરબી : અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ મોરબી શાખા દ્વારા એક દિવસનો ટ્રેકિંગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં ધો-10 અને 12ના વિદ્યાર્થી ભાગ લઈ શકશે.ટ્રેકિંગ કેમ્પમાં ભાગ લેવા રજીસ્ટ્રેશન આવશ્યક છે.

અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ મોરબી શાખા દ્વારા સ્ટુડન્ટ ફોર ડેવલોપમેન્ટ અંતર્ગત એક દિવસ ટ્રેકિંગ કેમ્પનું આગામી તા.13ને બુધવારના રોજ સવારે 5:45 થી 1 વાગ્યા સુધી જડેશ્વર મહાદેવ,ભંગેશ્વર મહાદેવ ખાતે આયોજન કરવામાં આવ્યું છે.આ કાર્યક્રમમાં ધોરણ 10 અને 12ના વિધાર્થી ભાગ લઈ શકશે.આ કેમ્પમાં ટ્રેકિંગ,રમત ગમત,ધોરણ 10 અને 12 પછી અભ્યાસની માહિતી આપવામાં આવશે.
ટ્રેકિંગ કેમ્પમાં ભાગ લેવા રજીસ્ટ્રેશન કરાવવું ફરજીયાત છે.ટ્રાવેલિંગ ખર્ચ અને નાસ્તો અને ફી રૂ.150 રાખવામાં આવી છે.ટ્રેકિંગમાં જવા માટે ભાગ લેનારાઓએ ઓમ વિમ કોલેજ પાસે એકત્ર થવાનું રહેશે.રજીસ્ટ્રેશન માટે શિવાંગભાઈ નાનાક મો.9925565508,વિનેશભાઈ રાઠોડ મો.9409670549 અને કર્મદીપસિંહ ઝાલા મો.9662389123 સંપર્ક કરવો.રજીસ્ટ્રેશન કરાવવા માટે આપેલા નંબર પર ફોન કરી નામ,નંબર,ધોરણ,સ્કુલ નામ લખાવાનુ રહેશે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img