રાષ્ટ્રીય શિક્ષણનીતિ આવકાર્ય રાજ્યની શિક્ષણનીતિ દિશાહિન – સરસ્વતી શિશુમંદિર

મોરબીની શૈક્ષણિક સંસ્થા શિક્ષણમંત્રીને રજૂઆત મોરબી માધવ શિક્ષણ અને સેવા પ્રતિષ્ઠાન મોરબીના ટ્રસ્ટી અને સરસ્વતી પ્રાથમિક વિદ્યામંદિરના નિયામ દ્વારા રાષ્ટ્રીય શિક્ષણનીતિ આવકારવામાં આવી છે અને રાજ્યની શિક્ષણનીતિ દિશાહિન હોવાનું કહીને રાજ્યના શિક્ષણ મંત્રીને લેખિતમાં રજૂઆત કરીને ધો . ૧ થી ૩ માં અંગ્રેજી વિષય શરૂ કરવાના દુર્ભાગ્યપૂર્ણ નિર્ણય મુદે ફેર વિચારણા કરવાની માંગ કરવામાં આવી છે

મોરબી માધવ શિક્ષણ અને સેવા પ્રતિષ્ઠાન મોરબીના ટ્રસ્ટી અને સરસ્વતી પ્રાથમિક વિદ્યામંદિરના નિયામ દ્વારા શિક્ષણમંત્રીને જે રજૂઆત કરવામાં આવી છે તેમાં લખ્યું છે કે , પ્રાચીન ભારતનો ઇતિહાસ વૈભવ અને ગૌરવપૂર્ણ રહ્યો છે પ્રાચીન સમયમાં શિક્ષણનું નેતૃત્વ સમગ્ર વિશ્વમાં ભારતનું હતું . જ્ઞાન પ્રાપ્તિ માટે વિશ્વના વિદ્યાર્થીઓ ભારતીય વિદ્યાપીઠોમાં સંસ્કૃત ભાષાનાં માધ્યમથી બધા જ વિષયોનું અધ્યયન કરતાં હતા અનેક વિધર્મી આક્રમણો વચ્ચે ભારત અડીખમ રહ્યું અને આર્થિક લૂંટ , હત્યાઓ , અત્યાયારો , ધાર્મિક સ્થાનો પર કુઠરાધાત વચ્ચે પણ ભારત ભારતની સંસ્કૃતિ , સંસ્કારો , ખાન – પાન , રીત – રિવાજો , ભાષા , જીવનશૈલી અન્ન રહ્યા છે આપણાં ઉપર અંતિમ શાસન કરનાર અંગ્રેજોએ આ બધુ જોઈ આપણને બદલાવવા માટે આપણી શિક્ષણ વ્યવસ્થા બદલી હતી અને માલીકોના બદલે નોકર ( નોકરી ) ની પ્રતિષ્ઠા વધી અંગ્રેજી ભાષાને મહત્વ આપીને આપણને હિનતાબોધ કરાવવાનો પ્રયત્ન ચાલે છે દેશનાં કેટલાય બધા સાંસ્કૃતિક સંગઠનો , સામાજિક સેવાકીય તથા આધ્યાત્મિક સંસ્થાનો આપણી સંસ્કૃતિ માટે કામ કરે છે અને કેન્દ્રમાં , ગુજરાતમાં તથા અનેક રાજ્યોમાં રાષ્ટ્રીય વિચારધારાને વરેલા પક્ષની સરકાર છે

ત્યારે શિક્ષણમંત્રી પાસે ગુજરાતના શિક્ષણ જગતને વિશેષ અપેક્ષા હોય તે સ્વાભાવિક છે પરંતુ હાલમાં ગુજરાત સરકારે ધોરણ એક તથા બે માં અંગ્રેજી વિષય મૌખિક તથા ધોરણ ત્રણથી આ વિષય અન્ય વિષયની જેમ જ ભણાવાશે તેવો નિર્ણય કર્યો છે . આ નિર્ણયને દુર્ભાગ્યપૂર્ણ માનીને શા માટે દુર્ભાગ્યપૂર્ણ છે તેની વિસ્તૃત રજૂઆત કરવામાં આવી છે અને શાસ્ત્રીય તથા વૈજ્ઞાનિક તથ્યો આપીને આ નિર્ણય માટે ફેર વિચારણા કરવાની માંગ કરવામાં આવી છે

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img