હળવદના માનસર ગામે બોલેરો ગાડીનો કાચ તોડી રૂ.15 લાખ ભરેલી બેગની ચોરી

હળવદ: હળવદ તાલુકાના માનસર ગામે ઘનશ્યામભાઈ ગોહીલભાઈના બંધ પેટ્રોલપંપ પાસે ઘઉં કટીંગનું કામ કરતા હોય તે ઘઉં કટીંગના ભાડાના અંદાજે ૧૫ લાખ રૂપિયા રોકડ બેગમાં મુકી બેગ બોલેરો કેમ્પર ગાડીમાં મુકી સુતા હોય ત્યારે અજાણ્યા ચોર ઈસમ દ્વારા બોલેરો ગાડીનો કાચ તોડી રૂ. ૧૫ લાખ ભરેલી બેગ ચોરી કરી લઇ ગયો હવાની હળવદ પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ મુળ હરીયાણા વતની અને હાલ ગુજરાતમાં હાર્વેસ્ટ મશીન કટીંગનો ધંધો કરતા સુભાષચંદ બલુરામ શર્મા (ઉ.વ.૪૭) એ આરોપી કોઈ અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૨૯-૦૩-૨૦૨૩ ના રાતના સાડા અગીયાર વાગ્યાથી તા.૩૦-૦૩-૨૦૨૩ ના વહેલી સવારના પાંચ વાગ્યા દરમ્યાન ફરીયાદી ઘઉ કટીંગનુ કામ કરે છે તે ઘઉ કટીગના ભાડાના અંદાજે રૂ. ૧૫,૦૦,૦૦૦/- ( પંદર લાખ ) રોકડા એક બેગમાં મુકી બેગ પોતાની બોલેરો કેમ્પર ગાડીની પાછળની શીટ નિચેના ભાગે મુકી રાખી પોતે ગાડીની બાજુમાં આશરે વિશેક ફુટ દુર ખાટલો ઢારી સુઈ ગયેલ તે દરમ્યાન બોલેરો કેમ્પર ગાડીના પાછળના દરવાજાનો કાચ તોડી ગાડીમાં પ્રવેશ કરી ગાડીમાં મુકેલ રૂપીયા ૧૫,૦૦,૦૦૦/-ભરેલી બેગ કોઈ અજાણ્યો ચોર ઈસમ ચોરી કરી લઇ ગયો હવાની ભોગ બનનાર સુભાષચંદએ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ આઇપીસી કલમ -૩૭૯ મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img