હળવદ: પ્રોહીબીશનના ગુન્હામા નાસતા ફરતા ઈસમને મોરબી એસ.ઓ.જી. ટીમે ઝડપી પાડયો

હળવદ: હળવદ પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશનના ગુન્હામા નાસતા ફરતા આરોપીને મોરબી એસ.ઓ.જી.ટીમે ઝડપી પાડયો છે.

મોરબી એસ.ઓ.જી.ની ટીમ પેટ્રોલીંગમાં હોય તે દરમ્યાન પોલીસ કોન્સ્ટેબલને બાતમી મળેલ કે, રોહીતભાઇ ભાણજીભાઇ માકાસણા રહે. ચરાડવા તા. હળવદ જી.મોરબી વાળો હાલમા તેના મામા બેચરભાઇ કેશાભાઇ પટેલ રહે. લાલપર વિશાલદીપ સોસાયટી તા.જી.મોરબી વાળાના ઘરે આવેલ છે. આ ઇસમ હળવદ પોલીસ સ્ટેશનના પ્રોહી. કલમ ૬૫એ,ઇ,૧૧૬બી,૮૧ મુજબના ગુનામા નાસતો ફરતો આરોપી છે. જે બાતમીના આધારે તે જગ્યાએ તપાસ કરતા આરોપી રોહીત ભાણજીભાઇ માકાસણા મળી આવતા સી.આર.પી.સી. કલમ ૪૧(૧) આઇ. મુજબ હસ્તગત કરી હળવદ પોલીસ સ્ટેશનને આગળની કાર્યવાહી કરવા સોપી આપેલ છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img