કોયબા નો રોડ હવે શહીદ વિર વનરાજસિંહ ના નામે ઓળખાશે

મોરબી જિલ્લા પંચાયત ની સામાન્ય સભામાં ઠરાવ પસાર

મોરબી જિલ્લા પંચાયત ની સામાન્ય સભા જીલ્લા પંચાયત પ્રમુખ ચંદુભાઈ શિહોરા ના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી જેમાં 1971 મા ખેલાયેલા ભારત-પાકિસ્તાન યુધ્ધ મા વીરતા પૂવૅક લડીને હળવદ તાલુકાના કોયબા ગામ ના વિર શહીદ વનરાજસિંહ હાલુભા ઝાલાએ દેશ માટે પોતાના પ્રાણ ની આહુતિ આપી હતી

ત્યારે કોયબા ગ્રામ પંચાયત હળવદ વાશીઓ અને અજયસિંહ ઝાલા સહિત ના પરીજનો ની લાગણી અને માંગણી ને ધ્યાને લઈને હળવદ હાઈવે વિસામો હોટલ થી કોયબા રોડને વિર શહીદ વનરાજસિંહ હાલુભા ઝાલા નુ નામ આપી નામ કરણ કરવા અંગે નો ખાસ ઠરાવ મોરબી જિલ્લા પંચાયત ખાતે જિલ્લા પંચાયત ના પ્રમુખ ચંદુભાઈ શિહોરા ના અધ્યક્ષ સ્થાને કરવામાં આવ્યો હતો

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img