Friday, May 17, 2024

ગાંધીધામ (કચ્છ)ના ચોરીના ગુન્હામાં નાસતો ફરતો આરોપી માળિયાના જાજાસરથી ઝડપાયો

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_img

માળિયા (મી) : ગાંધીધામ (કચ્છ)ના ચોરીના ગુન્હામાં નાસતા ફરતા આરોપીને માળીયા મિયાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી મોરબી એસઓજી ટીમે ઝડપી પાડયો છે.

એસ.ઓ.જી.સ્ટાફ પેટ્રોલીંગમાં હોય તે દરમ્યાન પોલીસ કોન્સ્ટેબલને બાતમી મળેલ કે, ગાંધીધામ પોલીસ સ્ટેશન (પૂર્વ કચ્છ) એ ડીવીજન પોલીસ સ્ટેશન ફસ્ટ ઇ.પી.કો.કલમ ૪૫૪,૪૫૭,૩૮૦,૧૨૦(બી) ,૪૨૭ નો આરોપી મહેશભાઇ પરબતભાઇ પરમાર રહે, જાજાસર તા.માળીયા(મિ) જી.મોરબી વાળો હાલે પોતાના ગામ જાજાસર ગામના ઝાપા પાસે આવેલ રામદેવપીરના મંદીર પાસે ઉભેલ છે જેથી બાતમીના આધારે તે જગ્યાએ તપાસ કરતા આરોપી મહેશભાઇ પરબતભાઇ પરમાર મળી આવતાં સી.આર.પી.સી.કલમ ૪૧(૧) આઇ મુજબ હસ્તગત કરી માળીયા (મી) પોલીસ સ્ટેશનને આગળની કાર્યવાહી કરવા સોપી આપેલ છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર