મહિલા મતદારે તબિયત નાદુરસ્ત હોવા છતા મતદાન કરી સૌને મતદાન કરવા અપીલ કરી 

‘ડેલીએ ડેલીએ એક જ નાદ, પહેલા મતદાન પછી બીજી વાત’

ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું પ્રથમ તબક્કાનું મતદાન મોરબી સહિતના જિલ્લાઓમાં આજે ચાલી રહ્યું છે ત્યારે મતદાનના આ અધિકારનો ઉપયોગ કરવામાં કોઈ બાકી ન રહી ન જાય તેના પૂરતા પ્રયાસો કરવામાં આવ્યા છે. હાલ લોકો પણ બહોળી સંખ્યામાં મતદાન કરીને ઉત્સાહ વ્યક્ત કરી રહ્યા છે. ત્યારે મોરબી ખાતે મહિલા મતદાતાની તબિયત નાદુરસ્ત હોવાથી તેઓ હાથમાં બોટલ ચડાવવાની સોઈ લઈને પણ મતદાન કરવા પહોંચ્યા હતાં.

તેમણે જણાવ્યું હતું કે, “મતદાન કરવું એ આપણો અધિકાર છે ત્યારે આ અધિકારનો ખરો ઉપયોગ કરવા માટે મારી તબિયત નાદુરસ્ત હોવા છતા હું મતદાન કરવા માટે આવી છું. તો તમે સૌ પણ ઘરમાંથી બહાર આવી તમારો કિંમતી સમય ફાળવી મત જરૂરથી મતદાન કરજો” તેવી અપીલ પણ તેમણે કરી હતી.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img