માળીયા તાલુકાના સરવડ ગામ નજીક બુધવારે વહેલી સવારે અકસ્માત સર્જાયો હતો જેમાં અજાણ્યા વાહનચાલકે છકડો રિક્ષાને ઠોકર મારતા રિક્ષામાં બેઠેલા છ મુસાફરોને ઈજા પહોંચી હતી જયારે એક વૃદ્ધનું કમકમાટીભર્યું મોત થયું હતું. આ બનાવમાં છકડો રિક્ષાને ઠોકર મારીને અજાણ્યો વાહનચાલક ફરાર થઈ ગયો હતો.
માળીયા મીંયાણા જામનગર હાઇવે પર સરવડ ગામ નજીક બુધવારે વહેલી સવારે એક છકડો રીક્ષા પસાર થઈ રહી હતી તે દરમિયાન એક અજાણ્યા વાહનચાલકે રિક્ષાને ઠોકર મારી હતી અને અકસ્માત સર્જીને વાહનચાલક ફરાર થઈ ગયો હતો. આ બનાવમાં છકડો રિક્ષામાં સવાર રહીમ ઈબ્રાહિમભાઈ (ઉ.વ.26), શહેનાજબેન ઈબ્રાહિમભાઈ (ઉ.વ.18), શબીરભાઈ જાફરભાઈ (ઉ.વ.30), શાદીક બાવશોભાઈ (ઉ.વ.25), હરજીભાઈ દેશાભાઈ (ઉ.વ.40) અને અકબરભાઈ હનીફભાઈ (ઉ.વ.32) ને ગંભીર ઈજાઓ પહોંચી હતી જયારે ઉમરશા પલીનશા નામના 70 વર્ષીય વૃદ્ધનું કમકમાટીભર્યું મોત થયું હતું.
આ બનાવની જાણ થતા પોલીસ ટીમ અને મોરબી 108 ની સીવીલ હોસ્પિટલ લોકેશનના પાઈલોટ સતીશભાઈ દવે, ઈએમટી અજયભાઈ બારિયા, માર્કેટિંગ યાર્ડ લોકેશનના પાઈલોટ રાહુલ નિનામાં, ઈએમટી ઈકબાલ ચુડેસરા, લાલબાગ લોકેશનના પાઈલોટ અલ્પેશભાઈ રામ અને ઈએમટી મનીષ આહીર ઘટના સ્થળે દોડી ગયા હતા અને ઈજાગ્રસ્તોને તાત્કાલિક મોરબી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
અમદાવાદ: ગુજરાતમાં સક્રિય બનેલી પ્રિમોન્સૂન એક્ટિવિટીને કારણે રાજ્યના ઉત્તર, મધ્ય, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં રાત્રિ દરમિયાન તોફાની પવન, ગાજવીજ અને વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. આ વરસાદથી લોકોને કાળઝાળ ગરમીમાંથી મોટી રાહત મળી છે, પરંતુ બીજી તરફ અનેક વિસ્તારોમાં વીજળી ગુલ થતાં અને વૃક્ષો...
અમદાવાદ: સેટેલાઈટ વિસ્તારમાં ૨૭ તારીખે બનેલી ફાયરિંગની ઘટનાના સંદર્ભમાં પોલીસે નિવૃત્ત DySP અશોકસિંહ ચૌહાણ, તેમના પુત્ર સિદ્ધરાજસિંહ અને પુત્રી ખ્યાતિની ધરપકડ કરી છે. ધરપકડ બાદ સેટેલાઈટ પોલીસ સ્ટેશનની કસ્ટડીમાં રખાયેલા નિવૃત્ત DySPએ મીડિયા સમક્ષ પોતાનો પક્ષ રાખવા માટે ભારે જીદ કરી હોબાળો મચાવ્યો હતો, પરંતુ પોલીસે તેમને પકડીને લોકઅપમાં...
ગુજરાતમાં હાલ હવામાનના બે અલગ-અલગ મિજાજ જોવા મળી રહ્યા છે. એક તરફ રાજ્યના મોટાભાગના શહેરોમાં કાળઝાળ ગરમી અને અસહ્ય ભેજ લોકોને અકળાવી રહ્યા છે, ત્યારે બીજી તરફ હવામાન વિભાગે આગામી દિવસોમાં ગરમીથી મોટી રાહત મળવાના સંકેત આપ્યા છે. અમદાવાદ હવામાન કેન્દ્ર દ્વારા જાહેર કરવામાં આવેલી લેટેસ્ટ આગાહી અનુસાર, આગામી...