માળીયામાં પ્રોહીબીશનના ગુન્હામાં છેલ્લા 4 માસથી નાસતો ફરતો આરોપી ઝડપાયો

માળિયા (મી) : માળીયા મીયાણા પોલીસ સ્ટેશનના પ્રોહીબીશનના ઇંગ્લીશ દારૂના ગુન્હામાં છેલ્લા ૪ માસથી નાસતા ફરતા આરોપીને મોરબી એલ.સી.બી / પેરોલ ફર્લો સ્કવોડની ટીમે ઝડપી પાડયો છે.

પોલીસ સબ ઇન્સ્પેકટર એલ.સી.બી. મોરબી નાઓના માર્ગદર્શન હેઠળ પેરોલ ફર્લો સ્કવોડ મોરબી જીલ્લામાં નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવા પ્રયત્નશીલ હોય તેમજ નાઇટ રાઉન્ડ દરમ્યાન પેરોલ ફર્લો સ્કવોડની ટીમને ખાનગી રાહે મળેલ બાતમીના આધારે માળીયા મીયાણા પોલીસ સ્ટેશન સી પાર્ટ પ્રોહી કલમ-૬૫એઇ, ૧૧૬બી, ૮૧,૯૮(૨) મુજબના ગુનાના કામનો નાસતો ફરતો આરોપી પીરાભાઇ જોધાભાઇ ભરવાડ ઉ.વ.૩૫ રહે. હરીઓમ પાર્ક બ્લોક નં- ૧૧૨ મોરબી-હળવદ હાઇવે વીપુલભાઇ ભરવાડના મકાનમાં તા.જી.મોરબી મૂળ રહે.રાપર પાવર હાઉસ વિસ્તાર તા.રાપર જી.કચ્છ ભુજ વાળાને તા.૪/૦૪/૨૩ ના રોજ ઘુંટું ગામ નજીક હરીઓમ પાર્ક બ્લોક નં-૧૧૨ મોરબી-હળવદ હાઇવે વીપુલભાઇ ભરવાડના મકાન ખાતેથી પકડી પાડી હસ્તગત કરી આગળની કાર્યવાહી અર્થે માળીયા મીયાણા પોલીસ સ્ટેશનને સોંપી આપેલ છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img