માળીયામાં વર્લી મટકાનો જુગાર રમતા એક ઝડપાયો

માળીયા (મી): માળિયા તાલુકાના નવાગામના ઝાપા નજીક ખંડેર મકાનમાં જાહેરમાં વર્લી મટકાનો જુગાર રમતા એક ઈસમને માળિયા (મી) પોલીસે ઝડપી પાડયો છે.

મળતી માહિતી મુજબ માળિયા તાલુકાના નવાગામના ઝાપા નજીક ખંડેર મકાનમાં જાહેરમાં વર્લી ફીચરનો જુગાર રમી રમાડતો આરોપી અલ્યાસભાઈ હુસેનભાઇ ખોડ (ઉ.વ.૨૩) રહે. મોટી બજાર ખોડવાસ માળિયા (મી) વાળાને રોકડ રકમ રૂ. ૪૫૦ ના મુદામાલ સાથે માળિયા (મી) પોલીસે ઝડપી પાડી આરોપી વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img