મોટરસાઈકલ પરથી કાબુ ગુમાવી દેતા મોટરસાઈકલ ચાલક યુવાનનું મૃત્યુ નીપજ્યું

મોરબીના ધુટુ રોડ પર ઉમા રેસીડેન્સી પાસે મોટર સાઈકલ પરથી કાબુ ગુમાવી દેતા બાઈક ચાલક યુવાનનું મૃત્યુ નીપજ્યું હતું

 મોરબીના ઘુંટુ રોડ ઉપર ઉમા રેસીડેન્સી પાસે આવેલા રાધેશ્યામ કોમ્પલેક્ષ સામે બાઈક લઈને જઈ રહેલા મૂળ ટંકારાના બંગાવડી ગામના અને હાલમાં હરીઓમ પાર્ક સોસાયટી ઘુટુ રહેતા દેવેન પંકજભાઇ નિમાવત,ઉ.22નું બાઈક સ્લીપ થઇ જતા ગંભીર ઇજાઓ પહોંચતા મૃત્યુ નીપજ્યું હતું. ઘટના અંગે મૃતકના પિતાએ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img