મોરબીના જાંબુડીયા ગામે ગળેફાંસો ખાઈ યુવકનો આપઘાત

મોરબી: મોરબી તાલુકાના જાંબુડીયા ગામની સીમમાં આવેલ કલ્યાણ ગ્લેઝ ટાઇલ્સ કારખાનાની લેબર કોલોનીમાં કોઈ અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઇ લેતા યુવકનુ મોત નિપજ્યું હતું.

મળતી માહિતી મુજબ વિવેકભાઈ ઉર્ફે વિકી રાજુભાઇ નાવડે ઉ.વ.૧૮ વાળો ગત તા. ૨૩/૦૪/૨૦૨૩ ના સવારના કોઈપણ સમયે જાંબુડીયા ગામની સીમમા આવેલ કલ્યાણ ગ્લેઝ ટાઇલ્સ કારખાનાની લેબર કોલોનીમા કોઇ અગમ્ય કારણોસર પોતે પોતાની જાતે ઓરડીનો દરવાજો અંદરથી બંધ કરી દુપટ્ટા વડે પોતાની જાતે ગળેફાંસો ખાઇ જતા મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img