Thursday, April 25, 2024

મોરબીના જુની પીપળી ગામેથી સગીરવયની બાળકીનું અપહરણ કરીજનાર ઈસમ ઝડપાયો

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_img

મોરબી: મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના જુની પીપળી ગામે આજથી પાંચ એક મહીના પહેલા સગીરવયની બાળાનુ અપહરણ કરી ભગાડી જનાર આરોપીને પકડી પાડી ભોગબનનારને મોરબી એન્ટી હ્યુમન ટ્રાફીકીંગ યુનીટની ટીમે શોધી કાઢેલ છે.

મોરબી જિલ્લા પોલીસ અધિક્ષકએ મોરબી જિલ્લામાંથી સગીરવયના બાળકોના થયેલ અપહરણના ગુનાઓ તેમજ ગુમ થયેલ વ્યકિતઓને શોધી કાઢવા જરૂરી સુચના તથા માર્ગદર્શન આપેલ હોય જે અન્વયે ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર એન્ટી હ્યુમન ટ્રાફીકીંગ યુનીટ, મોરબીનાઓએ એન્ટી હ્યુમન ટ્રાફીકીંગ યુનીટ મોરબીના સ્ટાફના માણસોને જરૂરી કાર્યવાહી કરી બાતમી મેળવી સગીરવયની બાળાઓને શોધી કાઢવા સુચના કરેલ હોય જે અન્વયે સ્ટાફ સગીરવયની બાળા તેમજ ગુમ થનાર વ્યકિતઓને શોધી કાઢવા સતત પ્રયત્નશીલ હતા.

તે દરમ્યાન મળેલ હકીકત આધારે પોલીસ હેડ કોન્સ્ટેબલ સાથે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના આઈ.પી.સી.કલમ ૩૬૩, ૩૬૬ તથા પોકસો એકટ કલમ-૧૮ મુજબના ગુનાના કામે આરોપી ફરીયાદીની સગીરવયની દિકરીને જુની પીપળીથી ભગાડી અપહરણ કરી લઇ ગયેલ હોય જે આરોપી તથા ભોગબનનાર બન્ને આણંદ જીલ્લાના વરસડા ગામે મજુરી કામ કરતા હોવાની મળેલ હકિકત આધારે એન્ટી હ્યુમન ટ્રાફીકીંગ યુનીટ ટીમ દ્વારા આણંદ જીલ્લાનાન વરસડા ગામે રહેણાંક ઓરડીઓમાંથી મળી આવતા તેઓ બન્નેને હસ્તગત કરી આગળની કાર્યવાહી અર્થે મોરબી તાલુકા પોલીસ ઇન્સ્પેકટરને સોપવાની કાર્યવાહી કરવામાં આવેલ છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર