મોરબીના જૂના બસ સ્ટેન્ડ નજીક બે શખ્સોએ યુવકને છરીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતાર્યો 

મોરબી: મોરબી જીલ્લામાં હત્યા, હત્યાનો પ્રયાસ, ખુની હુમલા, મારામારી, દુષ્કર્મ, ચોરી વગેરે જેવી ઘટનાઓએ છેલ્લા થોડા સમયથી વધી રહી છે ત્યારે ગઈકાલે મંગળવારે રાત્રિના જૂના બસ સ્ટેન્ડ નજીક એક યુવકને બે શખ્સોએ છરીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતાર્યો હતો. જે બનાવથી મોરબી જિલ્લામાં અરેરાટી વ્યાપી ગઇ છે.

મળતી માહિતી મુજબ મોરબી જૂના બસ સ્ટેન્ડ નજીક સરદાર રોડ પર ખોડિયાર પાન પાસે ગઈકાલે મંગળવાર રાત્રિના અગિયારેક વાગ્યાની આસપાસ હિરેન જગદીશભાઈ ભટ્ટ નામના 32 વર્ષના યુવકની બે શખ્સોએ છરીના ઘા ઝીંકી હત્યા નિર્મમ હત્યા કરી હતી. આ બનાવ અંગે મોરબી સીટી એ ડીવીજન પોલીસને જાણ થતા કાફલો ઘટના સ્થળે દોડી જઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img