મોરબીના રવાપર ઘુનડા રોડ ગોલ્ડન માર્કેટ નજીકથી ઈંગ્લીશ દારૂની બે બોટલ સાથે મહિલા ઝડપાઇ

મોરબી: મોરબીના રવાપર ઘુનડા રોડ ગોલ્ડન માર્કેટ પાસેથી ઈંગ્લીશ દારૂની બે બોટલ સાથે એક મહિલાને મોરબી સીટી એ ડીવીજન પોલીસે ઝડપી પાડી છે.

મળતી માહિતી મુજબ મોરબીના રવાપર ઘુનડા રોડ ગોલ્ડન માર્કેટ નજીકથી આરોપી રેખાબેન લલીતભાઈ વઘોરા (ઉ.વ.૩૫) રહે. નાની વાવડી ગામ તા. મોરબી વાળીએ પોતાના કબ્જા ભોગવટા વાળા નંબર પ્લેટ વગરનાં TVS જ્યુપીટર સ્કુટર કિં રૂ.૭૦,૦૦૦ વાળામા ગેરકાયદેસર રીતે વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ ઈંગ્લીશ દારૂની બોટલ નંગ -૨ કિં રૂ. ૮૯૫ તથા બે મોબાઇલ ફોન કિં રૂ.૧૦,૦૦૦ તથા રોકડા રૂપિયા ૩૫૫૦ મળી કુલ કિં રૂ.૮૪,૪૪૫ ના મુદ્દામાલ સાથે મોરબી સીટી એ ડીવીજન પોલીસે ઝડપી મહિલાને ઝડપી પાડી મહિલા વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img