મોરબીના રાજપરથી નસીતપર ગામ તરફ જતા રોડ પર બાઈક સ્લીપ મારી જતા યુવકનુ મોત

મોરબી: મોરબીના રાજપરથી નસીતપર ગામ તરફ જતા રોડના વળાંક પાસે રોગ ઉપર બાઈક સ્લીપ મારી જતા યુવકનુ મોત નિપજ્યું હતું.

મળતી માહિતી મુજબ મહેન્દ્રભાઈ ઉર્ફે મુન્નો બાબુભાઈ સનારીયા (ઉ.વ.૪૫) રહે. મોરબી, ૬૦૩, ઓશો ટાવર, અમી પેલેસની બાજુમાં કંડલા બાયપાસ રોડ તા.જી. મોરબી વાળા પોતાના હવાલાવાળુ હિરો કંપનીનું પેશન પ્રો. મોટરસાયકલ રજીસ્ટર નંબર- GJ-36-AB-6452 વાળુ પુર ઝડપે અને બેફીકરાઈથી ચલાવી જતા હોય ત્યારે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવી દેતાં મોટરસાયકલ સ્લીપ મારી જતા મહેન્દ્રભાઈને માથાના ભાગે તથા શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મૃતકના પત્ની મનિષાબેન મહેન્દ્રભાઈએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img