Thursday, May 21, 2026

મોરબીના લાલપર ગામે જુગાર રમતા બે ઝડપાયાં

મોરબી: મોરબી તાલુકાના લાલપર ગામની સીમમાં મોરબી વાંકાનેર હાઈવે રોડ તાજ નળીયાના કારખાના પાસે તીનપત્તીનો જુગાર રમતા બે ઈસમોને મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડયા છે.

મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના લાલપર ગામની સીમમાં મોરબી વાંકાનેર હાઈવે રોડ તાજ નળીયાના કારખાના પાસે તીનપત્તીનો જુગાર રમતા આરોપી જયંતિભાઈ કેહરભાઈ મકવાણા રહે. હાલ રફાળેશ્વર તા. મોરબી તથા જગદીશભાઇ ઘનશ્યામભાઈ પાટડીયા રહે. ગામ લાલપર તા. મોરબી વાળાને રોકડ રકમ રૂ. ૨૨૭૦ ના મુદ્દામાલ સાથે મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડી આરોપી વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img