મોરબીના વેપારીને વિશ્વાસમાં લઈ રાજકોટના શખ્સે ૧૦.૩૮ લાખનો ઓર્ડર મેળવી છેતરપીંડી કરી

મોરબી: મોરબી તાલુકાના બગથળા ગામે ટેક્સ પ્લાસ્ટવુડ કારખાનાના વેપારીને શ્રી હરી એન્ટર પ્રાઈઝ નામે પેઢી ચલાવતા શખ્સે વિશ્વાસમાં લઈ વેપારી પાસેથી પી.વી.સી. પ્લાસ્ટિકની શીટ બનાવવાના પાવડરનો રૂ. ૧૦,૩૮,૪૦૦ નો ઓર્ડર મેળવી ઓર્ડર મુજબનો માલ ન મોકલી કે માલના પૈસા રીફંડ પણ ન કરી વેપારી યુવક સાથે છેતરપિંડી કરી હોવાની ભોગ બનનાર યુવકે આરોપી વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.

મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના બગથળા ગામે રહેતા મેન્યુફેક્ચરીંગનો ધંધો કરતા ગૌરવભાઈ ગોપાલભાઈ ઠોરીયા (ઉ.વ‌.૨૪) એ આરોપી રાજકોટ લોધીકા ઇન્ડસ્ટ્રીયલ રાવકી આર.એસ.એન. પ્લોટ નં -૨૩ સબ પ્લોટ નં -૨૩/૧ ખાતે શ્રી હરી એન્ટરપ્રાઈઝ નામે પેઢી ચલાવતા પરાગકુમાર માધાભાઇ ભંડેરી વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૨૮-૦૨-૨૦૨૩ ના રોજ આરોપી શ્રી હરી એન્ટરપ્રાઇઝ નામે પેઢી ચલાવતા પરાગકુમાર માધાભાઇ ભંડેરીએ ફરીયાદીને વિશ્વાસમા લઇ ફરીયાદી પાસેથી પી.વી.સી. પ્લાસ્ટીકની શીટ બનાવવાના પાવડર નો રૂ.૧૦,૩૮,૪૦૦/- નો ઓર્ડર મેળવી ઓર્ડર મુજબનો માલ ન મોકલી કે માલના પૈસા રીફંડ પણ ન કરી ફરીયાદી સાથે છેતરપીંડી કરી વિશ્વાસઘાત કર્યો હોવાની ભોગ બનનાર ગૌરવભાઈએ આરોપી વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ આઇપીસી કલમ -૪૦૬,૪૨૦ મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img