Tuesday, May 26, 2026

મોરબીના સિવીલ સર્જન ડો. વિમલ દેત્રોજાને દિલ્હી ની ખ્યાતનામ હોસ્પિટલમાં મળ્યું એડમીશન

મોરબી સિવીલ હોસ્પિટલ માં કલાસ-1 જનરલ સર્જન તરીકે સેવા આપતા ડો. વિમલ દેત્રોજાને એડવાન્સ લેપ્રોરોસ્પીક કોર્ષ માટે દિલ્હી ની ખ્યાતનામ હોસ્પિટલ સર ગંગારામ હોસ્પિટલ માં એડમીશન મળતા હાલ તેઓ ઉચ્ચ ટેકનીકલ અભ્યાસ માટે દિલ્હીમાં ડો. વિમલ દેત્રોજાએ ફરજ દરમ્યાન દર માસે 50 થી વધુ જટીલ ઓપરેશનો વિનામુલ્યે સિવીલ હોસ્પિટલ કરી બતાવેલા છે.

જે ખાનગી હોસ્પિટલમાં વધુ રુપિયા આપવા છતાં શક્ય નહોતા. જો કે હાલ મોરબી સિવીલ હોસ્પિટલ માં જનરલ સર્જન ની પોસ્ટ ખાલી પડી ગઈ છે. પરંતુ ડો. વિમલ દેત્રોજા જલ્દીથી પોતાના એડવાન્સ લેપ્રોરોસ્પીક કોર્ષ પૂર્ણ કરી પાછા મોરબી સિવીલ હોસ્પિટલ માં આમજનતાની સેવા કરશે તેવું ડો. વિમલ દેત્રોજા એ મીડીયા ને જણાવ્યું છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img