મોરબી: મોરબી જિલ્લા એન.સી.ડી.સેલ જનરલ હોસ્પિટલ તેમજ દિવ્ય જ્યોતિ ગ્રામ વિકાસ કેળવણી મંડળ પુરસ્કૃત નેશનલ મેન્ટલ હેલ્થ અવેરનેસ પ્રોગ્રામ માધાપરવાડી શાળા ખાતે યોજાઈ ગયો જેમાં હાલ સમયમાં ટીવી મોબાઈલ વોટ્સએપ અને ઈન્ટરનેટના યુગમાં માણસ સતત ઓનલાઈન રહેતો હોય પરિવારની પાસે હોય છે પણ સાથે નથી હોતો લોકોની રાત-દિવસ પૈસાની દોડમાં પોતાના પરિવાર અને બાળકોને સમય નથી આપતા ત્યારે માણસ તણાવગ્રસ્ત જીવન જીવે છે એકલવાયું જીવન જીવતો હોવાના કારણે અનેક માનસિક રોગોનો શિકાર બને છે,અનિદ્રા,ચિંતા, ટેન્શન અને ફસ્ટ્રેશન,ઉદાસી, મેનિયા, સ્કીઝો ફેનિયા જેવી સમસ્યાઓના કારણે લોકો આત્મહત્યા તરફ વળે છે વ્યસનનો શિકાર બને છે.
ત્યારે એક વીસમી સદી એક વસમી સદી બની ન જાય એટલે માધાપરવાડી કુમાર અને કન્યા બંને શાળાના વિદ્યાર્થીઓએ માનસિક રોગ કેવી રીતે થાય છે? કેમ થાય છે? એની કેવી કેવી ઘાતક અસરો થાય છે? માનસિક રોગોથી બચવાના ઉપાયો વગેરે વિશે વકતૃત્વ, નિબંધ લેખન અને ચિત્ર સ્પર્ધાનું નોખું અનોખું અને વિશિષ્ટ આયોજન કર્યું હતું,બંને શાળાના બાળકોએ ત્રણેય સ્પર્ધામાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો, સ્પર્ધામાં નંબર પ્રાપ્ત કરનાર વિજેતા સ્પર્ધકોને શિલ્ડ પ્રમાણપત્ર સ્ટેશનરીની વ્યવસ્થા દિવ્ય જ્યોતિ ગ્રામ વિકાસ કેળવણી મંડળ-મોરબી તરફથી કરવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમ સફળ બનાવવા ધનજીભાઈ બાવરવા અને બી.ડી.ગામી દિવ્ય જ્યોતિ મંડળના કાર્યકર્તાઓ તેમજ તુષારભાઈ બોપલીયા આચાર્ય માધાપરવાડી કુમાર શાળા અને દયાળજીભાઈ બાવરવા, ચાંદનીબેન સાંણજા, સંદીપભાઈ લોરીયા વગેરે શિક્ષકોએ નિર્ણાયક તરીકે તેમજ વ્યવસ્થાપક તરીકે ખુબજ જહેમત ઉઠાવી હતી.
વડોદરા: શહેરના ગોરવા વિસ્તારમાં સંબંધોને શરમાવે તેવી ચોરીની ઘટના સામે આવી છે. પતિ સાથે અણબનાવ થતાં કાકાના ઘરે રહેવા આવેલી ભત્રીજીએ જ ઘરની તિજોરીમાંથી લાખો રૂપિયાના સોના-ચાંદીના દાગીના ચોરી લીધા હતા. કાકાના પરિવારે તેને પોતાની દીકરીની જેમ રાખી હતી, પરંતુ યુવતીએ પ્રેમ સંબંધ અને મોજશોખ માટે ઘરમાં રાખેલા દાગીના...
કુખ્યાત આરોપી ભાવેશ ઝીલિયા સામે સરખેજ પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે. સરખેજ પોલીસે ભાવેશ ઝીલિયા સામે પાસા હેઠળ કાર્યવાહી કરીને તેને ભુજની જેલમાં મોકલી દીધો છે. ભાવેશ ઝીલિયા વિરુદ્ધ પોલીસ ચોપડે 15થી વધુ ગુના નોંધાયેલા હોવાનું સામે આવ્યું છે. સરખેજમાં નોંધાયેલા ગુનાને લઈને પોલીસે તેની સામે પાસાની કાર્યવાહી...
સાબરકાંઠા: પ્રાંતિજ તાલુકાના લીમલા ગામ નજીક એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં સ્વિફ્ટ કારની પાછળની સીટમાંથી બેંક મેનેજર ભરત ચૌધરીની લોહીલુહાણ લાશ મળી આવી છે. તેઓ ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના બાલવા ગામના વતની અને IIFL ફાઇનાન્સ બેંકમાં મેનેજર તરીકે ફરજ બજાવતા હતા.
પ્રાથમિક માહિતી મુજબ, ભરતભાઈ (ઉંમર 42)ની ગળાના...