મોરબીમાંથી ચોરી થયેલ મોટરસાયકલ સાથે વધુ એક ઈસમને મોરબી સીટી પોલીસે ઝડપી પાડયો

મોરબી: પોકેટ કોપ તથા નેત્રમ સી.સી.ટી.વી નો ઉપયોગ કરી મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશનમાંથી ચોરી થયેલ મોટરસાયકલ સાથે આરોપીને મોરબી સીટી એ-ડીવીજન પોલીસે ઝડપી પાડયો છે.

મોરબી શહેરમા લગાવેલ નેત્રમ સી.સી.ટીવી. કેમેરા તેમજ હ્યુમન સોર્સીસથી બાતમીના આધારે મોરબી સીટી એ ડીવીજન પોલીસ ની ટીમ ને ખાનગીરાહે બાતમી મળેલ કે ચોરીમાં ગયેલ નંબર પ્લેટ વગરના મોટર સાયકલ સાથે વિક્રમસિંહ જીવુભા ઝાલા ઉ.વ.૪૦ રહે. પંચાસર તા.મોરબીવાળો આરોપી શનાળા રાજપર ચોકડી ખાતેથી મળી આવતા મોટરસાયકલના કાગળો માંગતા નહી હોવાનુ જણાવતા પોકેટ કોપથી સર્ચ કરતા સદરહુ મોટરસાયકલ મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશનમાં ઇ.પી.કો કલમ.૩૭૯ મુજબનુ ચોરીનુ હોવાનુ જણાતા આરોપી વિક્રમસિંહ જીવુભા ઝાલા ઉ.વ.૪૦ રહે.પંચાસર તા.મોરબી વાળાની અટક કરી આગળની કાર્યવાહી કરવામા આવેલ છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img