મોરબીમાં તીનપત્તીનો જુગાર રમતા ત્રણ ઈસમો ઝડપાયા

મોરબી: મોરબી શનાળા લાયન્સનગર મેઈન રોડ ઉપર જનત ઓટો ગેરેજ પાસે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા ત્રણ ઈસમોને મોરબી સીટી એ ડીવીજન પોલીસે ઝડપી પાડયા છે.

મળતી માહિતી મુજબ મોરબી શનાળા લાયન્સનગર મેઈન રોડ ઉપર જનત ઓટો ગેરેજ પાસે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા આરોપી રજાકભાઇ અનવરભાઇ બુખારી તથા અબ્દુલભાઇ મહમદભાઇ બુખારી રહે. બંને શનાળા બાયપાસ લાયન્સનગર શેરી નં.૫ મોરબી અને શબ્બીરભાઇ ઇકબાલભાઇ બુખારી રહે. હાલ મોરબી જોન્સનગર શેરી નં.૧૧ વાળાને રોકડ રકમ રૂ.૭૭૦૦ તથા મોબાઇલ ફોન નંગ -૨ કિં રૂ.૬૦૦૦ તથા મોટરસાયકલ નંગ -૨ કિં રૂ.૪૫૦૦૦ મળી કુલ કિં રૂ.૫૮૭૦૦ નાં મુદામાલ સાથે મોરબી સીટી એ ડીવીજન પોલીસે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img