મોરબીમાં યુવકને ચાર શખ્સોએ માર માર્યો

મોરબી: યુવક પિતરાઈ ભાઈના જુના ઝગડામાં સમાધાનમાં જતા આરોપીઓને સારુ ન લાગતા જેની અદાવત રાખી મોરબી પંચાસર ચોકડી ડિલક્ષ પાન પાસે રોડ ઉપર યુવકને ચાર શખ્સોએ ઢીકાપાટુનો મુંઢમાર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવાની ભોગ બનનાર યુવકે આરોપીઓ વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીજન પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.

મળતી માહિતી મુજબ મોરબીના નાગલપર ગામે રહેતા મોહનભાઈ પ્રેમજીભાઈ મકવાણા (ઉ.વ.૨૭) એ આરોપી વિશાલભાઈ બટુકભાઈ ઉંચાણા, અતુલભાઈ બટુકભાઈ ઉંચાણા, સતિષભાઈ બટુકભાઈ ઉંચાણા, તથા દીલીપભાઇ બાબુભાઈ કોરડીયા રહે. બધાં અમરાપર ગામ તા.જી. મોરબી વાળા વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા. ૧૮-૦૪-૨૦૨૩ ના બપોરના ચારેક વાગ્યાના અરસામાં ફરીયાદીના પિતરાઈ ભાઈના જુના ઝગડામાં સમાધાનમાં જતા આરોપીઓને સારૂ નહિ લાગતા જેની અદાવત રાખી ચારે આરોપીઓએ એક બીજાની મદદગારી કરી ફરીયાદીને પીઠના તથા પેટના તથા અન્ય શરીરે હાથ લાતો ઢીંકાથી મુંઢ ઈજાઓ કરી ગાળો ભુંડા બોલી આરોપી વિશાલભાઈએ ફરીયાદીને જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવાની ભોગ મોહનભાઈએ આરોપીઓ વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપીઓ વિરુદ્ધ આઇપીસી કલમ -૩૨૩,૫૦૪,(૨),૧૧૪ મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img