મોરબીમાં રહેણાંક મકાનમાંથી ઈંગ્લીશ દારૂની 30 બોટલો સાથે એક ઈસમ ઝડપાયો 

મોરબી: મોરબીની કુબેર ટોકીઝ પાછળ ધાર ઉપર રહેણાંક મકાનમાંથી ઈંગ્લીશ દારૂની ૩૦ બોટલો સાથે એક ઈસમને મોરબી સીટી બી ડિવીજન પોલીસે ઝડપી પાડયો છે.

મળતી માહિતી મુજબ મોરબીની કુબેર ટોકીઝ પાછળ ધાર ઉપર રહેતા આરોપી હીતેશભાઈ ઉર્ફે વિપલો ઉર્ફે ટકો રાજુભાઇ મુંઘવા (ઉ.વ. ૨૩) એ પોતાના કબ્જા ભોગવટા વાળા રહેણાંક મકાનમાં વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ ઈંગ્લીશ દારૂની બોટલ નંગ -૩૦ કિં રૂ. ૧૧,૨૫૦ ના મુદ્દામાલ સાથે આરોપીને મોરબી સીટી બી ડીવીજન પોલીસે ઝડપી પાડી આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img