Wednesday, May 27, 2026

મોરબીમાં સીડીએસ ટ્રસ્ટ દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું

મોરબી નું સીડીએસ ટ્રસ્ટ એટલે ગાય, દિકરીઓ અને વિધાથીર્ઓ માટે કામ કરતી સંસ્થા છે આ સંસ્થા દ્વારા મોરબીના રવાપર ગામ પાસે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે અને આ ટુર્નામેન્ટ થકી થનારી આવકને સેવાકીય કામમાં વાપરવામાં આવશે તેવું સંસ્થાના પ્રમુખ વિશાલભાઈ ઘોડાસરા તેમજ ઉપપ્રમુખ રાકેશભાઈ કાવરે જણાવ્યું હતું કે પાટીદાર સમાજમાં આજે જે ઘરમાં ઘરના મોભી અવસાન પામ્યા હોય અને બાળકોને અભ્યાસ માટે આર્થિક સહિતની જે જરૂરિયાત હોય તેવા તમામ વિધાથીર્ઓ ની મદદ સીડીએસ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવતી હોય છે


હાલમાં રવાપર ગામ પાસે આ ટ્રસ્ટ દ્વાર ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાયું છે જેમાં જુદીજુદી કુલ મળીને 10 ટીમો દ્વારા ભાગ લેવામાં આવ્યો છે. આ ક્રિકેટ ટુર્નામેન્ટ થકી જે કંઈ આવક થશે તે તમામ રકમનો ઉપયોગ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવતી સેવાકીય પ્રવૃત્તિમાં વાપરવામાં આવશે. આ ટુર્નામેન્ટના પ્રારંભે રાજકોટના સાંસદ મોહનભાઈ કુંડારીયા, બગથળા નકલંક મંદિરના દમજી ભગત, જિલ્લા ભાજપના પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયા, તાલુકા ભાજપના પ્રમુખ અરવિંદભાઈ વાસદડિયા સહિતના આગેવાનો અને હોદ્દેદારો હાજર રહ્યા હતા

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img